અમદાવાદ : દેશ ડિજિટલ થઈ રહ્યો છે, તેની સાથે સાથે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ડિજિટલ થઈ રહ્યું છે. અમદાવાદવાસીઓના જન્મ પ્રમાણપત્ર (બર્થ સર્ટિફિકેટ) હવે જ્યારે પણ જરૂર પડશે ત્યારે online ઉપલબ્ધ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ જાહેરાત કરી છે કે નાગરિક સંસ્થા દ્વારા 1959 થી જારી કરાયેલ તમામ જન્મ પ્રમાણપત્રો, 2019 સુધીની નોટેશન તારીખો સાથે, હવે ડિજીલોકર એપ પર સુલભ છે. AMC એ કરેલી જાહેરાત પ્રમાણે વર્ષ 1959થી 2019ના વર્ષ સુધી જન્મેલા લોકોના બર્થ સર્ટિફિકેટ હવે DigiLocker એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ તમારામાંથી ઘણા બધા લોકો ડિજિલોકર એપ યુઝ કરતા હશે. આ એપ યુઝ કરીને તમે આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ તેમાં સેવ રાખી શકો છો, અને ડાઉનલોડ પણ કરી શકો છો. હવે આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સની જેમ, DigiLocker એપ્લિકેશનમાંથી જન્મનું પ્રમાણપત્ર (બર્થ સર્ટિફિકેટ) ડિજીટલી મેળવી શકશે, જેને કારણે નાગરિકોને હાર્ડ કોપી સાથે રાખવાની ઝંજટમાંથી મુક્તિ મળશે. વર્ષ 1959 થી 2019 સુધીના જન્મના દાખલા ઓનલાઇન મળશે.
DigiLocker એપ્લિકેશન પરથી જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે યુઝરે પહેલા પ્લેટફોર્મ પર લોગ ઇન કરવું જરૂરી છે. કેવી રીતે DigiLocker એપ્લિકેશન જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય એ જોઈએ –
સૌથી પહેલા DigiLocker એપ્લિકેશન કે https://www.digilocker.gov.in/home વેબસાઈટ ઓપન કરો.
પછી મોબાઈલ નંબર નાખીને લોગ ઇન કરો.
અમદાવાદ માટે સર્ચ કરો અને પછી સર્ચ રીઝલ્ટમાંથી Birth Certificate – Ahmedabad Municipal Corporation પર ક્લિક કરો.
પછી નામ, જન્મ તારીખ અને રજિસ્ટ્રેશન નંબર જેવી વિગતો ભરવાની રહેશે.
આ પછી Get Document બટન પર ક્લિક કરો. હવે ગમે ત્યારે તમને તમારું જન્મનું પ્રમાણપત્ર મળી જશે.
DigiLocker ભારતીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ શરૂ કરવામાં આવેલું ડિજિટલ પ્લેટફોર્મ છે. આ એપ્લિકેશન પરથી લોકો આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, માર્કશીટ્સ વગેરે જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સને ગમે ત્યારે એક્સેસ કરી શકે છે.