અમદાવાદ : અમદાવાદમાં AMTS બસના છાસ વારે અકસ્માત થતા હોય છે. બોપલ ઘુમા ક્રિષ્ના સારથી સોસાયટી રબારી વાસ પાસે AMTSનો ડ્રાઈવર ફરી નશાની હાલતમાં ભાન ભૂલીને બસ ચલાવતો હતો. બસ ડ્રાઈવરે ચિક્કાર નશાની હાલતમાં મુસાફર ભરેલી બસ ચલાવતો હતો. બસમાં બેઠેલા મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા.સોસાયટી વિસ્તારમાં AMTS ઘૂસી જતા હોબાળો મચી ગયો હતો. અકસ્માતના કારણની વાત કરવામાં આવે તો એમટીએસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં હોવાનો જણાઈ આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ 50 નંબર AMTS અમદાવાદના મેઘાણીનગરથી ઘુમાગામ જતી બસનો અકસ્માત થયો છે. AMTS બસ ડ્રાઇવરે સોસાયટી કમ્પાઉન્ડમાં બસ ઘુસાડી દીધી હતી. નોંધનીય છે કે, અકસ્માતમાં કોઈને કોઈ હાનિ થયાના સમાચાર સામે નથી આવ્યુ પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બસનો ડ્રાઈવર ચિક્કાર નશામાં હતો. AMTSનો બસ ડ્રાઈવરે એટલો નશો કરેલો હતો કે તેને એ પણ ભાન ન રહ્યું કે આ રસ્તા પર બસ ચાલે છે કે નહીં.
સોસાયટીમાં AMTS બસ ઘુસાડ્યા બાદ ડ્રાઇવર ધતિંગ કરવા લાગ્યો હતો. ડ્રાઇવરના આપ્રકારના વલણ જોઈને રહેણાંક વિસ્તારના લોકો બસ નજીક એકઠા થયા હતા.પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ઘરી હતી.તો અહીં પ્રશ્ન એ થાય છે કે, AMTS આવા નશો કરતા લોકોને કેમ નોકરી પર રાખે છે. આ તો સદ નસીબે કોઈને હાનિ થઈ નથી પરંતુ જો કે, જાનહાનિ થઈ હોત તો જવાબદારી કોની રહેતી ?
આ અગાઉ પણ AMTS બસે અકસ્માત સર્જેલો છે. વિગતે વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ તો અમદાવાદના જોધપુર પાસે 8 કાર વચ્ચે AMTS બસ અને રિક્ષાનો વિચિત્ર ટ્રિપ્પલ અકસ્માત સર્જાયા હોવાના સમાચાર સામે આવ્યા હતો. અકસ્માતની ઘટનામાં ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા.