અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા વિષયની માહિતી આપતા પ્રવક્તા મંત્રી ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થવા તેમજ તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં “નમો લક્ષ્મી” યોજના જાહેર કરી હતી. વર્ષ 2024-25ના પ્રથમ શૈક્ષણિક સત્રથી નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી છે.
ધોરણ 9 અને 10 ની વિધાર્થીનીઓને માસિક સહાય આપવા માટે ગુજરાતના બજેટમાં સરકારે નમો લક્ષ્મી યોજનાનો ઉલેખ્ખ કર્યો હતો. એવામાં આજે યોજના અમલમાં મૂકવામાં આવી છે. પ્રવક્તા મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થવા તેમજ તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં “નમો લક્ષ્મી” યોજના જાહેર કરી હતી. વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ શૈક્ષણિક સત્રથી નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ધોરણ-9 થી ધોરણ-12 માં અભ્યાસ કરતી વધુમાં વધુ વિદ્યાર્થિનીઓ આ યોજનાનો લાભ મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારે નવા શૈક્ષણિક સત્રથી જ નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં રાજ્યની આશરે 5.31 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં મોટાભાગે ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, રાજ્યના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટેની રુચીમાં વધારો થાય તે હેતુસર ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી કરાઇ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. 25000 ની નાણાકીય સહાય અભ્યાસ અર્થે આપવામાં આવે છે.
નમો લક્ષ્મી યોજનાનો લાભ કોને મળશે?
લાભાર્થી ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે.
માત્ર ધોરણ 9 થી 12 માં ભણતી વિદ્યાર્થીનીઓને જ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
સરકારી માળખા મુજબ વિદ્યાર્થીની ની અટેન્ડન્સ હોવી જરૂરી છે.
અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે.
અરજદાર વિદ્યાર્થીની ના પરિવારને વાર્ષિક ઇન્કમ 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે.
આ રીતે મળશે સહાય
ધોરણ આર્થિક લાભની રાશિ
ધોરણ 9 10,000 રૂપિયા
ધોરણ 10 10,000 રૂપિયા
ધોરણ 11 15,000 રૂપિયા
ધોરણ 12 15,000 રૂપિયા
કુલ રાશિ 50,000 રૂપિયા
કેવી રીતે અરજી કરવી?
સૌથી પહેલા નમો લક્ષ્મી યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
હોમ પેજ પર તમને નમો લક્ષ્મી યોજનાનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો અને તમે નવા પેજ પર પહોંચી જશો.
એપ્લિકેશન ફોર્મ નવા પૃષ્ઠ પર દેખાશે જે તમારે ભરવાનું રહેશે.
આ અરજી ફોર્મમાં અરજદાર વિદ્યાર્થીની તમામ માહિતી જેમ કે નામ, સરનામું, માતા-પિતાનું નામ, વર્ગ, જિલ્લો અને અન્ય તમામ માહિતી ભરવાની રહેશે.
ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો.
આ રીતે તમે બધા સ્ટેપ ફોલો કરીને નમો લક્ષ્મી યોજના માટે અરજી કરી શકો છો.
અરજી કરવા માટે કેટલા ડોક્યુમેન્ટની જરૂર
1) વિદ્યાર્થીનીના આધાર કાર્ડની નકલ બંને બાજુની,
2) માતાના આધાર કાર્ડની નકલ બન્ને બાજુની,
3) માતાના બેંકના ખાતાની પાસબુકની નકલ (નેશનલાઈઝડ બેંક હોવી જોઈએ.) / માતા હયાત ન હોય તો જ વિદ્યાર્થીનીના બેંક ખાતાની પાસબુકની નકલ
4) કુંટુંબની વાર્ષિક આવકનો દાખલો (છ લાખની મર્યાદામાં) મામલતદાર કચેરીનો જ (ઇન્કમટેક્ષ રીટર્ન ની નકલ જે વેલીડ નથી. પિતાના અવસાન સબબ આવક પ્રમાણ પત્રમાં મરણ સર્ટી વેલીડ નથી એમને માતાનો આવક પ્રમાણ પત્ર આપવાનો રહેશે)
5) જન્મનો દાખલો,
6) શાળા છોડયા પ્રમાણપત્ર એલ.સી.ની નકલ,
7) માતા પિતાના મોબાઈલ નંબર