અમદાવાદ : મોંઘવારી મુક્ત ભારત અભિયાન અંતર્ગત અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ નીરવ બક્ષીની આગેવાનીમાં મોંઘવારી વિરુદ્ધ પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા સ્ટેડીયમ વોર્ડમાં જુના વાડજ સર્કલથી વાયા રામાપીર ટેકરો, સૌરભ હાઈ સ્કૂલથી ચંદ્રભાગાથી શ્રીનાથ એપાર્ટમેન્ટ સુધી યોજી મોંઘવારીને લઈને સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરાયા હતા.
આ પદયાત્રામાં આજુબાજુમાંથી અનેક કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતાં. આ રેલીમાં મોંઘવારીના રાક્ષસનું પૂતળું લઈને ડીઝલ, પેટ્રોલ, રાંધણ ગેસ, વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખી સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરાયા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર પ્રમુખ નીરવભાઈ બક્ષી, જગજીવનભાઇ સોલંકી (પ્રમુખ, સ્ટેડિયમ વોર્ડ), હંસાબેન (મહિલા પ્રમુખ, સ્ટેડિયમ વોર્ડ), ચિરાગ ખટીક (અમદાવાદ શહેર મહામંત્રી, યુથ કોંગ્રેસ) સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા.