અમદાવાદ : અમદાવાદના ઐતિહાસિક ગાંધીઆશ્રમ પ્રિસિન્ટ પ્રોજેકટ અંતર્ગત 132 ફૂટ રિંગ રોડ પર પ્રબોધ રાવલ બ્રિજથી વ્યાસવાડી થઈ અખબારનગર સર્કલ સુધીનો રસ્તો ડેવલપ કરાશે.હાલમાં મિક્ષ ટ્રાફિક કોરીડોરને રી-ગ્રેડ કરી રીસરફેસ કરવાની કામગીરી ચાલી રહી છે.પ્રિસિન્ટ પ્રોજેકટ પૈકી 30 મીટરનો રોડ એડજોઈનીંગ થતો હોવાથી નવા બનેલા રસ્તા ઉપર ડેકોરેટીવ સ્ટ્રીટલાઈટ નાંખવામાં આવશે.આ કામગીરી પાછળ અંદાજિત રુપિયા 3.16 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગાંધીઆશ્રમ પ્રિસિન્ટ પ્રોજેકટ હેઠળ સરદાર પટેલ સ્ટેડીયમ વોર્ડમાં આવેલા પ્રબોધ રાવલ બ્રિજથી અખબારનગર સર્કલ સુધીના રસ્તાઉપર કોરીડોરને રી-ગ્રેડ કરી રીસરફેસ કરવાની કામગીરી અંતર્ગત નવા બની રહેલા રસ્તા ઉપર ડેકોરેટીવ સ્ટ્રીટલાઈટ નાંખવાનો નિર્ણય લેવામા આવ્યો છે.ગાંધીઆશ્રમ પ્રિસિન્ટ પ્રોજેકટ જેવી જ ડેકોરેટીવ સ્ટ્રીટલાઈટ નાંખવા પ્રોજેકટ અંતર્ગત ટેન્ડર પ્રક્રીયા કરવામાં આવી હતી. લોએસ્ટ આવેલા મે.મોર્ડન પાવર સર્વિસિસ ના 3.75 ટકા વધુ ભાવના ટેન્ડર બાદ નેગોશીએશન બાદ GST સહિત રુપિયા 3.16 કરોડના ખર્ચથી કામગીરી કરવા વર્કઓર્ડર આપવામા આવ્યો છે.