અમદાવાદ : અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાને લઈ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મેટ્રો સેવાઓની શરૂઆત પહેલા આજે કમિશ્નર મેટ્રો રેલ દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું. ગાંધીનગર સેક્ટર એક ખાતે મેટ્રો સ્ટેશન પર કમિશ્નર મેટ્રો રેલ્સ આર કે શર્માએ ઈન્સ્પેક્શન કર્યું હતું. ઈન્સ્પેક્શનમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્ત્વનું છે કે ઈન્સ્પેક્શન બાદ મેટ્રો સેવાઓ અમદાવાદના મોટેરાથી શરૂઆતના તબક્કામાં સેક્ટર 1 ગાંધીનગર સુધી શરૂ થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે રુટ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે શરૂ થનારા મેટ્રો રેલના સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરવામાં આવી. જેને પગલે કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફટી આર કે મિશ્રા ગાંધીનગરમાં હાજર રહીને સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કર્યું હતું. ગાંધીનગર અમદાવાદ મેટ્રો રુટ જુલાઈથી શરુ થશે. અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 સુધીનો રુટ શરુ થશે. સેફટી ઈંસપેકશન બાદ કોમર્શિયલ વપરાશ આવતા મહિને શરુ થશે.
સેફટી ઇન્સ્પેકશન બાદ મેટ્રો ટ્રેન આવતા મહિનાથી શરૂ થશે. ત્યારે જલ્દી જ બંને શહેરોને એક નવું નજરાણું મળશે. અને બંને શહેરો વચ્ચે અંતર ઘટશે અને અપ-ડાઉન કરતા લોકોને ઘણી રાહત મળશે. ગણતરીના દિવસોમાં જ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના મેટ્રોના આ નવા રૂટનો પ્રારંભ થઈ જશે. હાલ આ પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે રાજ્યના સૌથી મહત્ત્વના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ ગાંધીનગર ગીફ્ટ સીટી સુધીની મેટ્રોની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે.
જૂન માસના અંત સુધીમાં આ નવા મેટ્રો રુટની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવશે. હાલ આ પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પ્રોજેક્ટ રેડી છે, બસ તેને સત્તાવાર રીતે લીલીઝંડી મળવા માટેની રાહ જોવાઈ રહી છે. કોઈપણ નાની મોટી ક્ષતિના રહી જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. આ રૂટ શરૂ થયા બાદ દરરોજ ગાંધીનગર અપડાઉન કરવા માગતા શહેરીજનોને ખુબ જ સરળતા રહેશે.