29.7 C
Gujarat
Friday, November 22, 2024

સિવિલમાં સિનિયર સિટીઝન માટે પ્રતિક્ષા કક્ષ બનાવાયો, લાઈનમાં નહીં ઉભા રહેવું પડે

Share

અમદાવાદ : એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલ એટલે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે.હવે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા સિનિયર સિટીઝન દર્દીઓ માટે અલાયદા પ્રતીક્ષા કક્ષની સુવિધા કાર્યરત કરવામાં આવી છે. ૬૫ વર્ષથી વધુ વયના દર્દીઓએ હવે ઓપીડીમાં લાઈનમાં ઊભા રહેવું નહીં પડે.OPDમાં ડોકટર દ્વારા તપાસમાં પ્રાથમિકતા ઉપરાંત લેબોરેટરી, રેડિયોલોજી વિભાગોમાં પણ ત્વરિત તપાસ સહિતની વ્યવસ્થા કરાઇ છે. વયોવૃદ્ધ દર્દીઓ માટે આધુનિક પ્રતિક્ષા કક્ષ બનાવવામાં આવ્યો છે.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 65 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન માટે અલગથી પ્રતિક્ષા કક્ષ બનાવવામાં આવ્યો છે ત્યાં તેમના માટે 40થી વધુ ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પંખાની પણ વ્યવસ્થા છે. સિનિયર સિટીઝન દર્દીઓને કોઈપણ જગ્યાએ લાઈનમાં ઊભા રહેવું પડે નહીં.આધુનિક પ્રતિક્ષા કક્ષમાંમાં ઓપીડીમાં ૪૦ ખુરશીની બેઠક વ્યવસ્થા સાથે બાથરૂમ તથા પીવાનાં પાણીના કૂલરની સુવિધા સાથેનો રૂમ તૈયાર કરવામા આવ્યો છે.

આ ઉપરાંત સિનિયર સિટીઝન દર્દી માટે અલગથી આ રૂમમાં જ કેસ કાઢવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કેસ નીકળ્યા બાદ દરેક સિનિયર સિટીઝન દર્દી સાથે એક વોર્ડ બોયને સાથે મોકલી એમને જે તે ઓપીડીમાં ડોકટર દ્વારા પ્રાથમિકતા આપી તપાસવામાં આવે તેમજ લેબોરેટરી, રેડિયોલોજી વિભાગોમાં પણ તપાસમાં સાથે રહી છેલ્લે સિવિલની દવાબારી ઉપરથી દવાઓ લઈ આપવા સુધી સેવા આપવાની ગોઠવણ કરવામાં આવી છે.

આ પ્રતિક્ષા કક્ષ સુધી પહોંચવા માટે સિનિયર સિટીઝનની વધુ પડતું ચાલવાની જરૂર પણ નહીં પડે કારણ કે સિદ્ધાર્થ ઓટોરિક્ષા અથવા અન્ય કોઈ વાહનમાં આવીને પ્રતિક્ષા કક્ષમાં પહોંચી શકશે. આ સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષનો શુભારંભ 72 વર્ષના સામાન્ય મહિલા દર્દી કમલાબહેન ચરણના હાથે કરાવાયો હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles