અમદાવાદ : અમદાવાદ શહેરમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. જેને ધ્યાનમાં રાખી શહેરના ફૂડ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને મેલેરિયા વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં શાહીબાગ વોર્ડમાં ખાણીપીણી પદાર્થ અને પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. સેમ્પલ અનફિટ આવતા રાજસ્થાન હોસ્પિટલ પાસે આવેલા પ્રેમ મેવાડ આઈસ્ક્રીમ, હની બ્રેકફાસ્ટ, સિદ્ધિવિનાયક બિઝનેસ હબમાં આવેલા ઢોસાવાલા ગોપી રેસ્ટોરન્ટ અને શક્તિ સેન્ડવીચને સીલ કરવામાં આવ્યા હતા.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ એક્ટિવ થઇ ગયું છે. અમદાવાદમાં ફૂડ વિભાગે ફુલ 58 એકમો પર ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં અલગ અલગ 31 સેમ્પલો લેવાયા જેમાં 5 સેમ્પલ અનફીટ સાબિત હતા. જે બાદ કાર્યવાહી કરતા 5 એકમોને સેમ્પલ ફેઈલના મામલે સીલ કર્યા હતા. તેમજ 12 એકમોને નોટિસ પાઠવી વ્યવસ્થા સુચારું કરવા આદેશ કર્યો હતો.