27.6 C
Gujarat
Wednesday, October 23, 2024

અમદાવાદમાં દિવાળી જેવો માહોલ, ઠેર-ઠેર આતશબાજી, ભારત માતા કી જયના નારા સાથે રોડ-રસ્તા પર ઉજવણી

Share

અમદાવાદ : ટીમ ઇન્ડિયાએ એક વાર ફરી ઈતિહાસ રચી દીધો છે. ટીમ ઈંડિયાએ T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને જીત મેળવી છે. ટીમ ઈંડિયાની જીત બાદ આખા દેશમાં જશ્નનો માહોલ છે. ત્યારે ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને લોકો ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અને ટીમ ઇન્ડિયાની જીતને બિરદાવી હતી.

T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયાની જીત બાદ યુવાનો દ્વારા શહેરમાં ભવ્ય આતશબાજી કરી ઉજવણી કરી હતી.શહેરના સિંધુભવન, પકવાન ચાર રસ્તા, થલતેજ, એસજી હાઈવે, ચાંદખેડા, રાયપુર દરવાજા, મણિનગર, નરોડા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા ભારતની જીતની ઉજવણી કરવામાં આવી હતી.રસ્તા ઉપર ભારતના તિરંગા સાથે કાર અને બાઈક સાથે રેલી યોજી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. આ દરમિયાન થલતેજ અંડરબ્રિજ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. તો થલતેજ ચોકડી પાસે એક્ટિવા ચાલક સામે અચાનક ગાડીવાળો આવી જતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે ટોળાએ યુવકને ઢોર માર માર્યો હતો. અમદાવાદીઓએ મોડી રાત સુધી T20 વર્લ્ડ કપમાં ભારતની જીતની ભવ્ય ઉજવણી કરી હતી.

T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયાની જીત બાદ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે. લોકો ફટાકડા ફોડી રહ્યા છે. મીઠાઈઓ વહેંચી રહ્યા છે. એકબીજાના મોઢા મીઠા કરાવી રહ્યા છે.તો ઘણી જગ્યાએ ડીજેના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના તાલે ડાન્સ કરીને નાના-મોટા સૌ કોઈ ઉજવણી કરી રહ્યા છે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles