અમદાવાદ : ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ કંપનીએ મોંઘવારી વચ્ચે સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. કંપનીએ સીધો જ 1 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત ગેસ કંપનીએ CNGના 1 રૂપિયાનો ભાવ વધારાની જાહેરાત કરી છે.CNG નો પ્રતિ કિલો ભાવ 74.26 રૂપિયા હતો અને હવે કંપનીએ સીધો જ એક રૂપિયો વધારતાં નવી કિંમત 75.26 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આ ભાવ વધારાથી હવે સીએનજીના વાહનચાલકોના કિસ્સાનું ભારણ વધારશે, ખાસ કરીને રાજ્યમાં દોડતી રિક્ષાઓ પર સીધી અસર જોવા મળશે. રીક્ષા ચાલકોની મુશ્કેલીમાં જો વધરો થશે તો સીધી જ અસર ગ્રાહકો પર પણ પડશે અને રીક્ષાના ભાડામાં વધારો ચૂકવો પડશે. જેથી મુસાફરો પર મોંધવારીનો માર પડશે.
છેલ્લાં કેટલાંય સમયથી કોઈ અકળ કારણોસર રિક્ષા ચાલકોને યોગ્ય ભાડા મળી રહ્યાં નથી. ઓનલાઈન કંપનીઓ તરફથી મળી રહેલી સ્પર્ધા, મેટ્રોના કામકાજના લીધે રૂટ બદલાયા ઉપરાંત જાહેર બસોની સેવામાં ઉમેરો થતાં રિક્ષા ચાલકોની રોજગારી પર અસર પડી છે. દરમિયાન ગુજરાત ગેસ કંપનીએ CNG ની કિંમતોમાં વધારો ઝીંકતા રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.


