અમદાવાદ : શહેરના પૂર્વમાં વસ્ત્રાલ વિસ્તારમાં ફરી વાનરોનો આતંક સામે આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વાનરોનો આતંક સામે આવી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે હજી બે દિવસ પહેલા જ એક વાનરને વનવિભાગની ટીમ દ્વારા પાંજરે પુરાયો હતો પરંતુ આજે ફરીથી વાનરનો આતંક સામે આવ્યો છે. જોકે આ વખતે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શ્રીધર પેરા ડાઇસ નામની સોસાયટીમાં એક બાળકી વાનરની શિકાર બની હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરમાં દિવસને દિવસે કપિરાજનો આતંક વધી ગયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રહેણાક વિસ્તારોમાં વાનરો અડ્ડો જમાવીને બેઠા હોય છે. ગુરુવારે સવારે વસ્ત્રાલ વિસ્તારમાં બે વ્યક્તિ પર વાનરોએ હુમલો કરવાની ઘટના બની હતી. એ બાદ બપોરના સમયે વસ્ત્રાલ વિસ્તારમાં શ્રીધર પેરેડાઇઝ નામના ફ્લેટમાં કિશોરી ચાલતી જતી હતી ત્યારે અચાનક જ પાછળથી એક વાનર આવ્યો હતો અને બાળકીના પગમાં બચકું ભરી પોતાનો શિકાર બનાવી હતી.તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવી પડી હતી.
View this post on Instagram
નોંધનીય છે કે, થોડા સમય પહેલા પણ શહેરમાં પણ વાનરોનો આતંક ખુબ જ વધી ગયો છે. રાહદારીઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જેથી કરીને વનવિભાગ દ્વારા તે વાનરોને પાંજરે પૂરવામાં આવ્યો હતો. જેથી થોડા દિવસ માટે લોકોને રાહત મળી હતી. અત્યારે પણ વસ્ત્રાલમાં એક બાળકી પર વાનરોએ હુમલો કર્યો અને પગે બચકું ભર્યું હતું.
એક રિપોર્ટ મુજબ સ્થાનિક લોકો દ્વારા ભાજપના કોર્પોરેટર પરેશ પટેલને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી અને ફરિયાદ કરવામાં આવી હતી, તેથી તેમણે વન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝૂ વિભાગને જાણ કરી હતી, જેથી ટીમ આવી હતી અને 3થી 4 કલાકની ભારે જહેમત બાદ આ આતંક ફેલાવનારા વાનરોને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. વાનરોને પકડી લેતાં છેલ્લા એક અઠવાડિયાથી વસ્ત્રાલ વિસ્તારના રહીશો એના ભયમાં જીવતા હતા, એમાંથી તેમને મુક્તિ મળી છે.