અમદાવાદ: અમદાવાદ શહેરમાં ખાદ્યખોરાકમાંથી જીવાત નીકળવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તાર CTM ની એક ફરસાણની દુકાનમાંથી ખરીદેલી કાજુકતરીમાંથી મરેલી માખી નીકળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જે અંગે ગ્રાહકે AMC કંટ્રોલમાં ફરિયાદ કરીને તપાસ કરવાની માંગ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ,CTM રામોલ રોડ પર આવેલી ગોપાલ ડેરીમાંથી ગ્રાહક હમીદ મન્સૂરીએ નવા વાહનની ખરીદી બાદ લોકોને મો મીઠું કરાવવા લીધેલી કાજુ કતરીમાંથી મરેલી માખી નીકળતા દુકાનદારને ફરિયાદ કરી હતી. ગત રોજ રાત્રે ઘરે કાજુ કતરી પરિવારના સભ્યોઓએ બોકસ ખોલીને સાતેક સભ્યોઓને ખવડાવી હતી અને બીજી કાજુ કતરી હાથમાં લેતા તેમા મરેલ માખી ચોટેલ હતી. જો કે દુકાનદારે તે બદલી આપવાની તૈયારી બતાવી હતી. જો કે જાહેર હિતને ધ્યાનમાં રાખીને ગ્રાહકે આ અંગે AMC કંટ્રોલમાં ફરિયાદ કરી તપાસ કરવામાં માંગ કરી છે.
તમને જણાવી દઈએ કે હમીદ મન્સૂરી ગોપાલ ડેરીમાં આજે સવારે અગિયાર વાગ્યે તે બોક્ષ સાથે ગોપાલ ડેરીમાં બતાવવા લઈ ગયેલ અને હાજર સંચાલકને આ વિશે ફરિયાદ કરતા તેમણે મીઠાઈ બદલીને રુપિયા પરત આપવાની તૈયારી દર્શાવી હતી. જોકે અસ્વચ્છ વાતાવરણમાં આ મિઠાઈ કે ફરસાણ બનાવાતું હોવાની દહેશતને લઈને AMC કંટ્રોલમાં આ અંગેની ફરિયાદ કરીને પગલા ભરવા જણાવવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, આ પહેલીવાર નથી કે કોઇ ખાધ પદાર્થમાંથી આવી ખતરનાક વસ્તુ નીકળી હોય. ખાસ કરીને પિઝા, સેન્ડવીચ, બર્ગર, સૂપ વગેરેમાંથી જીવાત નીકળવાની ઘટના સામાન્ય બનતી જાય છે. કોઇ મીઠાઇમાંથી બ્લેડ નીકળી તે ખૂબ જ ગંભીર બાબત છે.