અમદાવાદ : અમદાવાદમાં આજે 17 જુલાઈના રોજ મહોરમ નિમિત્તે તાજીયા નીકળવાના છે. તાજીયા શહેરના જુદા જુદા વિસ્તારમાં નીકળી ત્યારબાદ વિસર્જન માટે ભેગા થવાના છે. જેને પગલે શહેરના કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ જ્યારે અમુક માર્ગ પર નો પાર્કિગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આજે બપોરે બે કલાકથી રાતે 12 કલાક સુધી કેટલાક જાહેર માર્ગો પર અવર-જવરના સરળ ટ્રાફિક નિયમન માટે વાહન-વ્યવહારની અવર જવર પર પ્રતિબંધ અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.
જાહેરનામું
તારીખ- ૧૭/૦૭/૨૦૨૪ pic.twitter.com/f5tMIokfXD— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) July 16, 2024
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે મહોરમ તાજીયાના તહેવાર નિમિત્તે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી તાજીયા નીકળશે અને નજીકના વિસ્તારોમાં ફરી છેવટે વિસર્જન અર્થે ભેગા થશે. બપોરે કલાક 2 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કેટલાક જાહેર માર્ગો ઉપર અવર-જવરના સરળ ટ્રાફિક નિયમન માટે વાહન-વ્યવહારની અવર-જવર ઉપર પ્રતિબંધ રહેશે. મહોરમ તાજીયાના તહેવાર નિમિત્તે જાહેર જનતાના વાહન વ્યવહારના સરળ નિયમન અને ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.
મુસ્લિમ ધર્મમાં મોહરમ માટે બનાવવામાં આવેલ તાજીયાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ મોહરમ મહિનો મુસ્લિમ સમુદાયના નવા વર્ષનો મહિનો છે. આ નવા વર્ષના દસમા દિવસે મુસ્લિમોએ બનાવેલ આ તાજીયાનું જુલુસ કાઢવામાં આવે છે.