અમદાવાદ : અમદાવાદમાં આવેલી મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને કડવો અનુભવ થયો હોવાની ઘટના પ્રકાસમાં આવી છે. રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ કોલ્ડ ડ્રિંક્સમાં મરેલી ગરોળી નીકળતા દેકારો બોલી ગયો હતો. આ મામલે ગ્રાહક દ્વારા મેનેજર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ વિભાગ સમક્ષ ફરિયાદ બાદ AMCએ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ સીલ કરી દીધી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી મેકડોનાલ્ડમાં ભાર્ગવ જોષી અને તેમના મિત્ર નાસ્તો કરવા માટે ગયા હતા. ત્યારે તેમણે આપેલા ઓર્ડરમાંથી કોકા કોલાની અંદર મરેલી ગરોળી નીકળતાં તેઓ ચોંકી ગયા હતા. આ અંગે તેમણે હોબાળો કરતાં મામલો બિચક્યો હતો. ભાર્ગવ જોષીએ જણાવ્યું હતું કે હું જ્યાં બેઠો હતો ત્યારે મગાવેલા કોલ્ડ ડ્રિંકમાં એક-બે ઘૂંટ પીધા બાદ મેં સ્ટ્રો વડે હલાવતાં જ તળીયે રહેલી ગરોળી ઉપર આવી ગઈ હતી.
કોલ્ડ ડ્રિંકમાંથી નીકળેલ મરેલી ગરોળી મામલે ગ્રાહકે હોબાળો મચાવ્યાં બાદ અમદાવાદ પોલીસ, મીડિયા તથા ફૂડ અને ડ્રગ્સ વિભાગ સમક્ષ ફરિયાદ કરી હતી. જે બાદ અમદાવાદ મનપાના ફૂડ વિભાગે દોડી જઈ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટને સીલ કરી દીધું હતું.