અમદાવાદ : અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે એક મોટો નિર્ણય કર્યો છે.શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના પાર્ટી પ્લોટ ઉપરાંત કોમ્યુનિટી હોલ ઉપરાંત સામાજીક મેળાવડાના સ્થળોએ તેમજ લગ્ન પ્રસંગમાં કે મ્યુનિ.હોસ્પિટલો અને શાળાઓ સહિત રીવરફ્રન્ટ તથા કાંકરિયા લેકફ્રન્ટ સહિતના તમામ સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મુકયો છે.જાહેર સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ના થાય એ માટેની જવાબદારી ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે.
કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેઇન્જ મંત્રાલયના પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેના આધારે હવે અમદાવાદમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ આવી રહ્યો છે. કેટલાક પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ પર 1 જુલાઈ 2022 થી સંપૂર્ણ બંધ કરવાનો પરિપત્ર જાહેર કરાયો છે. 1 જુલાઈથી પ્લાસ્ટિકની પ્લેટ, ઝંડા, કપ, સ્ટ્રો, ટ્રે, ફોર્ક, આઈસ્ક્રીમની ચમચી જેવા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં થઈ શકે છે. એક વિશેષ પરિપત્ર દ્વારા આ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.
આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે
પરિપત્ર મુજબ, 100 માઇક્રોનથી ઓછી જાડાઈના કપ, પ્લેટ્સ, ચમચી, નાઇફ સહિત અન્ય વસ્તુઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ ઈયર બડ્સના પ્લાસ્ટિક, પ્લાસ્ટિક સ્ટીક, પ્લાસ્ટિ ઝનડા, ચોકલેટ અને આઈસ્ક્રીમ સ્ટીક સહિતની વસ્તુઓ પ્રતિબંધિત જાહેર કરાઈ છે. 1 જુલાઈથી પ્લાસ્ટિકની આ વસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત કેન્ડી સ્ટીક, થર્મોકોલનું ડેકોરેશન, પ્લેટ-કપ, ગ્લાસ, સ્ટ્રો, ટ્રે, બોક્સને લગાવવાની ટેપ, સિગારેટના પેકેટ પરનું પ્લાસ્ટિક પણ પ્રતિબંધિત રહેશે.
1 જુલાઇ 2022થી ઉત્પાદકો, આયાતકારો, જથ્થાબંધના વેપારીઓ, વેચાણકારો અને ઉપયોગકર્તાઓ માટે તેના સિવાય પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક, પોલીસ્ટ્રીને અને એક્સાપાન્ડેડ પોલીર્સ્ટીન, કોમોડિટીઝ પણ પ્રતિબંધિત કરવામાં આવી છે. જેમાં પણ વિવિધ પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. જેમ કે….
ઇયર બડના પ્લાસ્ટિક સ્ટિક
બલુનની સ્ટિક
પ્લાસ્ટિકના ઝંડા
કેન્ડી સ્ટિક
આઇસ્ક્રીમની પ્લાસ્ટિકની ચમચી થર્મોકોલના ડેકોરેશન
પ્લેટ, કપ,ગ્લાસ જેવી કટલરી
ચમચી, કાંટો, સ્ટ્રો, ટ્રે
બોક્સને લપેટવા માટે ફિલ્મ- પ્લાસ્ટિક
ઈન્વિટેશન કાર્ડ
સિગારેટ પેકેટ પર લગાવવાના પ્લાસ્ટિક
100 માઇક્રોન કરતાં પાતળા પીવીસી બેનર