ગાંધીનગર : ગૃહ વિભાગે રાજ્યના પોલીસ અધિકારીઓની બદલી અંગે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં 5 વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરાશે અને 5 વર્ષ બાદ નજીકના જિલ્લામાં બદલી થઈ શકે નહીં.રેંજ પ્રમાણે હાલની નોકરી અને તે પ્રમાણે ક્યાં બદલી ના થઈ શકે તેની યાદી પણ જાહેર કરવામાં આવી છે. PSI અને PI ની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી ગૃહ વિભાગે આ નિર્ણય લીધો છે. જો કે આ નિયમોમાં અમુક કિસ્સા જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બિમારી અને નિવૃતિ નજીકનો સમયગાળો હોય તો કેસના મેરીટ અન્વયે વિચારણા કરી શકાશે, તેવું જણાવવામા આવ્યું છે.
PSI અને PI ની બદલી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા તમામ અધિકારીઓને રાજ્યના અલગ-અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
- હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં નોકરી કરનારા પીએસઆઈ/પીઆઈને તે ઝોનના જિલ્લાઓણાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં.
- પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા સ્પષ્ટ નિર્દેશ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યા છે.
સુરત રેન્જ અને સુરત શહેરમાં ફરજ બજાવતા કર્મચારીઓની વડોદરા રેન્જ,વડોદરા શહેર, અમદાવાદ રેન્જ, અમદાવાદ શહેર, સુરત રેન્જ, સુરત શહેરમાં બદલી થઈ શકશે નહીં.
અમદાવાદ રેન્જ અને અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા કર્મચારીઓની વડોદરા રેન્જ, વડોદરા શહેર,ગાંધીનગર રેન્જ, પંચમહાલ રેન્જ, અમદાવાદ રેન્જ અને અમદાવાદ શહેરમાં બદલી થઈ શકશે નહીં.
રાજકોટ રેન્જ અને રાજકોટ શહેરમાં ફરજ બજાવતા કર્મચારીઓની ભાવનગર રેન્જ, જૂનાગઢ રેન્જ, રાજકોટ રેન્જ, રાજકોટ શહેર અને બોર્ડર રેન્જમાં બદલી થઈ શકશે નહી.
આ પત્રમાં જણાવાયું છે કે, ગૃહ વિભાગે લીધેલા આ મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે પીએસઆઈ અને પીઆઈની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે તેમજ તમામ પોલીસ અધિકારીઓને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે.
આ નિયમોમાં અમુક કિસ્સા જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બિમારી અને નિવૃતિ નજીકનો સમયગાળો હોય તો કેસના મેરીટ અન્વયે વિચારણા કરી શકાશે.