અમદાવાદ : અમદાવાદમાં IPLની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે મેચ રમાનાર છે. શુક્રવારે અને રવિવારે રમાનારી આ મેચને લઈને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં મ્યુ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS દ્વારા દર્શકોની સુવિધા માટે સ્ટેડિયમ સુધી અને ત્યાંથી પાછા ઘરે જવા માટે સ્પેશિયલ બસો મૂકવામાં આવી છે.
અમદાવાદમાં આવતીકાલે 27મીએ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાવાની છે, આ મેચના વિજેતા ટીમની રવિવારે 29મી મેએ ગુજરાત ટાઈટન્સ સાથે ટક્કર થશે. IPLની મેચોની લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેને લઈને AMTS તથા BRTS દ્વારા સ્ટેડિયમ સુધી આવવા તથા પાછા જવા માટે બપોરના 3 વાગ્યાથી રાતના 1.30 વાગ્યા સુધી બસની સુવિધા આપવામાં આવશે.