અમદાવાદ: સાઉથ બોપલમાં ડેન્ગ્યુના એક સાથે 7 કેસ નોંધાતા મ્યુનિ. આરોગ્ય વિભાગે મંગળવારે જુદાજુદા વિસ્તારની સ્કૂલોમાં તપાસ કરી હતી. 214 સ્કૂલમાંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં તેમને નોટિસ આપી રૂ. 2.56 લાખનો દંડ વસૂલ કરાયો હતો. થલતેજની શિવ આશિષ સ્કૂલને સીલ કરાઈ છે. મણિનગરની દીવાન બલ્લુભાઇ, બોડકદેવની પ્રકાશ અને નવરંગપુરાની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાંથી પણ બ્રીડિંગ મળ્યા હતા અને 15 હજારનો વહિવટ ચાર્જ વસુલાયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMCના હેલ્થ વિભાગ હસ્તકની વેક્ટરબોર્ન ડીસીઝ કંટ્રોલ શાખા દ્વારા દરેક ઝોનમાં દ્વારા શહેરમાં આવેલ પ્રાઇવેટ સ્કૂલો તથા શૈક્ષણિક સંસ્થાઓની પ્રિમાઇસીસની ચેકીગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ ચેકીગ દરમ્યાન કુલ 361 એકમ ચેક કરી 214 એકમોને નોટિસ અપાઇ છે. તેમજ 2 લાખ 56 હજાર વહિવટી ચાર્જ વસુલ કર્યો છે.
તમને જણાવી દઈએ કે હાલની ચોમાસાની ઋતુ દરમ્યાન તાજેતરમાં શહેરમા થયેલા વરસાદના કારણે મચ્છરજન્ય રોગોના અટકાયતી પગલાની તમામ કામગીરી ધનિષ્ઠ બનાવવામાં આવેલ છે. જેના ભાગરૂપે શહેરના વિવિધ એકમો, સંસ્થાઓની સઘન ઝુબેશરૂપે મચ્છરના બ્રિડીગ અંગેની ચેકીગ કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વેય વિભાગના તમામ સ્ટાફ દ્વારા શહેરમાં આવેલ પ્રાઇવેટ સ્કૂલો તથા શૈક્ષમિક સંસ્થાઓની પ્રિમાઇસીસ ચેકીગ હાથ ધર્યુ હતું.
નોંધનીય છે કે, શહેરના એક મહિનામાં ડેન્ગુયના 171 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. સાદા અને ઝેરી મેલેરિયાના 200 થી વધુ કેસ નોધાયા છે. પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. શહેરમાં ઝાડા ઉલ્ટીના 1416 કેસ, કમળો-351 કેસ, ટાઇફોઇડ-668 કેસ અને કોલેરાના 48 કેસ નોધાયા છે.
શહેરમાં ચોમાસા સિઝન શરૂઆત થતા જ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધે છે. એએમસી ફોગીગ સહિત કાર્યવાહી તો કરે છે . પરંતુ ચોમાસા સિઝનમાં મચ્છરનો ઉપદ્રવ વધતાં કેસમાં પણ મોટો ઉછાળો જોવા મળે છે.
પ્રકાશ, બોડકદેવ
પારુલ યુનિવર્સિટી, જોધપુર
એલડીઆર ઈન્ટરનેશનલ, સરખેજ
નિરમા વિદ્યાવિહાર, ચાંદલોડિયા
એલ.જે. તિબ્રેવાલ, બોડકદેવ
આઇપી મિશન, જમાલપુર
એસપી ઝેવિયર્સ, સરદારનગર
આરપી વસાણી, ઠક્કરનગર
આરબી ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયા કોલોની
આઇડીપી, સાબરમતી એશિયન ગ્લોબલ, ચાંદખેડા
શિવશક્તિ, ચાંદખેડા
દીવાન બલ્લુભાઇ, મણિનગર
મેઘદૂત, મણિનગર
જેએલ, મણિનગર
એપોલો, પાલડી
નાલંદા, ઘાટલોડિયા
માઉન્ટ કાર્મેલ, નવરંગપુરા
ત્રિપદા ઇન્ટરનેશનલ, ઘાટલોડિયા