અમદાવાદ : આજે સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL નો મુકાબલો જામશે. અમદાવાદમાં IPL 2022ની પહેલી મેચ આજે રમાશે. ત્યારે IPL મેચમાં રાજકીય રંગ જોવા મળ્યો હતો. સ્ટેડિયમની બહાર કોંગ્રેસ પાર્ટીએ લગાવેલા બેનરથી વિવાદ ઉઠ્યો હતો. કોંગ્રેસ દ્વારા ક્રિકેટરોને શુભેચ્છા પાઠવતા બેનર લગાવાયા હતા. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બદલે સરદાર પટેલ સ્ટેડિયમ નામ લખાયુ હતું. વિવાદ થતાં તાત્કાલિક અસરથી પોસ્ટર હટાવાયા હતા.
ગુજરાત કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રોડ પર ગુજરાત ટાઈટન્સને અભિનંદન આપતા બેનર લગાવવા મામલે વિવાદ થતાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે સમગ્ર રોડ પર લગાવેલા બેનર ઉતારી લેવા માટેનો આદેશ એસ્ટેટ વિભાગને આપવામાં આવ્યો હતો. જેના પગલે સ્ટેડિયમની સામે જ લગાવવામાં આવેલું બેનર ઉતારી લેવામાં આવ્યું હતું.