અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ની ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે IPL નિહાળવા માટે 1.30 લાખ લોકો ઉપસ્થિત રહેશે. આખુ સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરાઈ જશે. કારણે હવે તો IPL ની ટિકિટ મોં માગ્યા ભાવમાં વેચાવા લાગી છે. મેચનો ક્રેઝ એટલો છે કે રૂ.800ની કિંમતની ટિકિટો બ્લેકમાં રૂ.8 હજારમાં અને 1500ની ટિકિટ રૂ.15 હજારમાં વેચાઈ રહી છે. તો બીજી તરફ અમદાવાદ આવવાની ફ્લાઈટના ભાડા પણ તોતિંત વધી ગયા છે. લોકો IPL ની ફાઈનલ જોવા માટે ગમે તેટલા રૂપિયા ખર્ચવા તૈયાર છે. ત્યારે જો તમે મેચ જોવા જવાના હોવ તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહિ તો અંદર એન્ટ્રી નહિ મળે.
મેચમાં 4 કલાક પહેલાં એન્ટ્રી લઈ લેવી પડશે
સ્ટેડિયમમાં પાણી પણ લઈ જઈ શકાશે નહિ. તેમજ સ્ટેડિયમમાં લાઈટર, મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ, જ્વલનશીલ વસ્તુ, ફટાકડા, હથિયાર, હેલ્મેટ, બેગ લઈ જઈ શકાશે નહીં.
ટિકિટ ફાટી ગયેલી કે છેડછાડ કરેલી હશે અથવા બારકોડ નહીં ચાલે તો સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહિ
કોરોના વેક્સીનેશનનું સર્ટિફિકેટ બતાવીને એન્ટ્રી મળશે
એક વખત પ્રવેશ મેળવ્યા બાદ ફરીથી રિએન્ટ્રી મળશે નહીં.
બહારના ફૂડ પર પ્રતિબંધ, સ્મોકિંગ પણ કરી શકાશે નહીં.