26.4 C
Gujarat
Tuesday, July 8, 2025

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તિરંગા યાત્રાને લઈને બપોર પછી આ રોડ-રસ્તાઓ બંધ રહેશે

Share

અમદાવાદ : સ્વતંત્રતા પર્વ દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મંગળવારે 12 ઓગસ્ટના રોજ સાંજે ચાર વાગ્યે અમદાવાદના વિરાટનગર AMC પૂર્વ ઝોનની ઓફિસ પાસેથી નિકોલ ખોડિયાર મંદિર સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના છે. તિરંગા યાત્રાને લઇ રૂટ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે મંગળવારે બપોરે 12 વાગ્યા બાદ વિરાટનગર AMC પૂર્વ ઝોનની ઓફિસથી ફુવારા સર્કલથી પુર્વ તરફ ગોકુલ પાર્ક AMTS બસ સ્ટેન્ડ સુધીનો માર્ગ 2.5 કિ.મી સુધીનો સંપુર્ણ માર્ગ બંધ રહેશે. બાપુનગર શ્યામ શિખર તરફથી નિકોલ ઉત્તમનગર તરફ જતા ઠકકરનગર બ્રિજ પર વાહનો અવરજવર કરી શકશે નહીં. ઠકકરનગર ચાર રસ્તાથી બ્રિજ નીચેથી પણ ઉત્તમનગર થઈ કેનાલ ક્રોસ કરી જીવનવાડી થઈ ખોડીયાર મંદિર નિકોલ સુધી વાહન વ્યવહાર માટે રોડ બંધ રહેશે. ઉત્તમનગરથી દક્ષિણ તરફ બેટી બચાવો સર્કલ થઈ ફુવારા સર્કલ સુધીનો આશરે 3.7 કિ.મી સુધીનો માર્ગ બંધ રહેશે. બહુચર ચોકથી ખોડીયાર મંદિર નિકોલ સુધીનો આશરે 500 મીટર સુધીનો માર્ગ બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ તરીકે બાપુનગર ગરીબનગર ચાર રસ્તાથી બાપુનગર ચાર રસ્તાથી જમણી બાજુ પુર્વ તરફ ખોડીયાર નગર ચાર રસ્તા તરફ જઈ શકાશે. ઠક્કરનગરબ્રિજ નીચે ચાર રસ્તાથી ઉત્તર તરફ હિરાવાડી BRTS બસ સ્ટોપથી બજરંગ આશ્રમ થઈ વિજય પાર્ક BRTS બસ સ્ટોપ પહેલાના વાછાણી ફર્નિચર કટથી જમણી બાજુ પૂર્વ તરફ ફોનવાલે સર્કલ થઈ સરદાર ચોક થઇ કેનાલ ક્રોસ કરી છત્રપતી શિવાજી સર્કલ થઇ બાપા સીતારામ ચોક થઈ નિકોલ ઓઢવ રીંગરોડ તરફ જઈ શકાશે. બહુચર ચોકથી જમણી બાજુ પુર્વ તરફ પાંડવ વાડી થઇ સુરભી ફ્લેટ-2 ત્રણ રસ્તાથી જમણી બાજુ સુરભી ફ્લેટ ત્રણ રસ્તાથી રામરાજ્ય ચોક થઈ જમણી બાજુવાળી કાનબા હોસ્પિટલ ચાર રસ્તાથી નિકોલ ઓઢવ તરફ જઇ શકાશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles