31.5 C
Gujarat
Tuesday, July 8, 2025

ગુજરાતીઓ આનંદો…વંદે ભારત બાદ હવે દોડશે વંદે મેટ્રો, મુંબઈના લોકલ ટ્રેન જેવી ફીલિંગ આવશે

Share

અમદાવાદ : ભારતીય રેલવે તરફથી મુસાફરોને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. વંદે ભારત ટ્રેન સાથે હવે વંદે મેટ્રો ટ્રેન રેલવેના પાટા પર દોડશે. વંદે ભારત ટ્રેન જેવી જ દેખાતીસ પરંતુ મેટ્રો જેવી સુવિધા સાથે આ વંદે મેટ્રો ટ્રેન મુસાફરો માટે શરૂ કરવામાં આવનાર છે. ગુજરાતીઓ માટે ફાયદાની વાત એ છે કે, આ ટ્રેન ગુજરાતમાં સૌથી પહેલા દોડાવવામાં આવશે. ગુજરાતના મુસાફરોને તેનો લાભ મળશે. આ ટ્રેન ગઈ કાલે સાંજે સાબરમતી ખાતે પહોંચી ગઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારતીય રેલવે દ્વારા અમદાવાદીઓને એક ખાસ સુવિધાની ભેટ આપવામાં આવશે. વંદે ભારતની જેમ હવે વંદે મેટ્રો ટ્રેન દોડશે. પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન ગાંધીનગરથી સત્તાવાર લોન્ચ માટે અમદાવાદ આવી પહોંચી છે. આ ટ્રેન ગાંધીનગર અને ભુજ વચ્ચે દોડશે અને લોકલ ટ્રેનનું સ્થાન લેશે. બીજી દરખાસ્ત તેને સુરત અને ગાંધીનગર વચ્ચે ચલાવવાની છે. જો કે, ત્યાં એક ઇન્ટરસિટી ટ્રેન છે — જામનગર-અમદાવાદ-સુરત ઇન્ટરસિટી — સુરત રૂટ પર પહેલેથી જ કાર્યરત છે.

આ નવી મેટ્રો ટ્રેન સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ હશે અને તેમાં વંદે ભારત એક્સપ્રેસ જેવી જ સુવિધાઓ હશે. અધિકારીઓએ જણાવ્યું કે વંદે ભારત મેટ્રોનું શેડ્યૂલ, ડેસ્ટિનેશન અને કયા દિવસે ફ્લેગ ઓફ કરવામાં આવશે તેની જાહેરાત હજુ બાકી છે. સ્વતંત્રતા દિવસે તેને લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. જણાવી દઈએ કે, ગઈકાલ સાંજે જ વંદે મેટ્રો ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ટ્રાયલ માટે પહોંચી હતી. હવે આવનારા થોડા જ દિવસોમાં ટ્રેનનું ટ્રાયલ શરૂ કરાશે. જેના બાદ બે જિલ્લાઓ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડાવવામા આવશે. જોકે કયા બે જિલ્લા વચ્ચે દોડશે તે તો ટ્રાયલ રન બાદ નક્કી થશે.

જોકે, સૂત્રોના અનુસાર, આ ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશન કરાવવાની જરૂર નહિ પડે. ટ્રેનમાં વહેલા તે પહેલા ધોરણ સીટ ફાળવવામા આવશે. ટ્રેન ફૂલ થઈ જાય તો પેસેન્જરને ઉભા રહેવા માટે પણ વ્યવસ્થા કરવમા આવી છે. આ ટ્રેન અનરિઝર્વ્ડ એસી ટ્રેન તરીકે દોડાવાશે.

વંદે મેટ્રો ટ્રેનની ખાસિયત શું રહેશે

ટ્રેનની મહત્તમ સ્પીડ કલાકના 100 થી 130 કિલોમીટરની રહેશે
આ ટ્રેનના 12 કોચ રહેશે
દરેક કોચમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે
આ ટ્રેન ઓક્ટોબર સુધી પાટા પર દોડતી થઈ જશે
ટ્રેનનું ભાડું કેટલું રહેશે તે હજી જાહેર કરાયું નથી
આ ટ્રેનમાં મુંબઈ લોકલની જેમ પેસેન્જરને ઉભા રહેવા માટે હેન્ડલ પણ આપવામાં આવશે
ટ્રેન સેન્ટ્રલી એસી રહેશે
તેમાં ઓટોમેટિક ગેટ અને મોબાઈલ ચાર્જિંગ માટે શોકેટ તથા એલઈડી ડિસ્પ્લે રહેશે
ટ્રેનમાં વોશ બેઝિનથી લઈને આધુનિક ટોયલેટ સુધીની સુવિધા હશે
મુસાફરોની સુરક્ષા માટે તેમાં ‘કવચ’ ટ્રેન એન્ટી-કોલીશન સિસ્ટમ લગાવવામાં આવશે
વંદે મેટ્રો ટ્રેનનો દેખાવ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અન્ય લોકલ મેટ્રો ટ્રેનો કરતા વધુ સારું છે. આ ટ્રેનનું ઈન્ટિરિયર ઉચ્ચ કક્ષાની સુવિધાઓથી સજ્જ છે. આ ઉપરાંત મુસાફરોની સુરક્ષા માટે તેમાં ‘કવચ’ ટ્રેન એન્ટી-કોલીશન સિસ્ટમ લગાવવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles