અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પર એક કે બે દિવસ માટે ફરવા આવતાં પેસેન્જરોને સેલ્ફ ડ્રાઇવિંગનો વિકલ્પ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આથી હવે અમદાવાદ આવતા પેસેન્જરોને એરપોર્ટ પર રિક્ષા કે ટેક્સીની રાહ જોવી પડશે નહિ. હવે અમદાવાદ એરપોર્ટથી અમદાવાદ ફરવા કે પોતાના કામ માટે એકથી બે દિવસ માટે આવતાં પેસેન્જરોને સેલ્ફ ડ્રાઇવિંગનો ઓપ્શન મળી શકશે.
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી પ્રવાસીઓને કેબ અથવા ઓટો બુકીંગ કરાવીને જવું પડે છે. હવે આ સુવિધાના વિકલ્પ સ્વરૂપે એરપોર્ટ પર રેન્ટ એ સેલ્ફ ડ્રાઈવની સુવિધા આપવામાં આવશે. એરપોર્ટના ટર્મિનલ અંદર જ કાઉન્ટર રાખવાના આવ્યું છે.ત્યાં રજિસ્ટ્રેશન કરાવીને ગાડીને ચાવી મેળવી લેવાની રહેશે. પેસેન્જરે ભાડે લીધેલી ગાડીમાં જીપીએસ લગાવવા આવશે જેના કારણે કોઈ છેતરપીંડી ન કરી શકે. એટલું જ નહી સાથે ગાડીનો દૂર ઉપયોગ ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે.