અમદાવાદ : શહેરમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં દંપતીનું મોત નીપજ્યુ છે. શહેરમાં બેકાબૂ કારે ટુ-વ્હીલરને અડફેટે લેતા એક દંપતીનું મોત થયું હતું. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના સોલા બ્રીજ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. બ્રીજ પર બેકાબુ કારે ટુ વ્હિલરને અડફેટે લીધી હતી. ટુ વ્હિલરને પાછળથી ટક્કર લાગતા વાહન પર સવાર દંપતી પુલ પરથી નીચે પટકાયા હતા.
શહેરના સોલા બ્રીજ ઉપર રાતના અંધારામાં ઘરે પરત ફરતા દંપતીને અકસ્માત નડ્યો હતો, જેમાં દંપતીનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે. ચાંદખેડાનું દંપતી ઘરે આવવા નીકળ્યા હતા. સોલા બ્રિજ પર એક સ્વીફ્ટ કારે તેમની ગાડીને ટક્કર મારી હતી. જેમાં દંપતી બ્રિજથી નીચે પટકાયુ હતું. સોલા સિવિલમાં દંપતીને સારવાર માટે ખસેડાયા હતા, બંનેના કરુણ મોત નિપજ્યા છે. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી.