અમદાવાદ : શહેરના કાલુપુર રેલવે સ્ટેશન બહાર છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ટ્રાફિક સર્જાઇ રહ્યો છે. આ ટ્રાફિક અંગે ઉચ્ચ અધિકારીઓ સુધી નોંધ લેવામાં આવી છે. ત્યારે ગઈકાલે (18 ઓગસ્ટ) ટ્રાફિક પોલીસ દ્વારા રેલવે સ્ટેશન બહાર રિક્ષાઓ માટેની ખાસ ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં અડચણરૂપ પાર્ક કરેલી રિક્ષા અને કેપેસિટી કરતા વધુ પેસેન્જરને બેસાડનાર રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસે આઠ કલાકમાં 66 જેટલી રિક્ષા ડિટેઇન કરી છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ જ રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન બહાર રિક્ષાઓ માટેની ખાસ ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં અડચણરૂપ પાર્ક કરેલી રિક્ષા અને કેપેસિટી કરતા વધુ પેસેન્જરને બેસાડનાર રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસે આઠ કલાકમાં 66 જેટલી રિક્ષા ડિટેઇન કરી છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ જ રહેશે. કાલુપુર રેલવે સ્ટેશનના ઇનગેટથી લઈને આઉટ ગેટ સુધી રોડ પર ખૂબ ટ્રાફિક જામ થાય છે, જેથી શનિવારે સાંજે 4 વાગ્યાથી 12 વાગ્યા સુધી ડ્રાઇવ યોજવામાં આવી હતી. E ડિવિઝન પીઆઈ વી. કે. દેસાઈ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન રેલવે સ્ટેશન બહાર ટ્રાફિકમાં અડચણરૂપ પાર્ક કરેલી રિક્ષા અને કેપેસિટી કરતા વધુ પેસેન્જર બેસાડેલી રિક્ષા ડિટેઇન કરવામાં આવી હતી. પોલીસે 8 કલાકમાં 66 રિક્ષા ડિટેઇન કરી હતી.
E ડિવિઝન પીઆઈ વી. કે. દેસાઈએ જણાવ્યું હતું કે,રેલવે સ્ટેશનનું રી-ડેવલોપમેન્ટ કામ ચાલુ હોવાથી રોડ સાંકડો થયો છે. સાકડા રોડમાં પણ કેટલાક રિક્ષાચાલકો અડચણરૂપ પાર્કિંગ કરી રહ્યા છે તથા જરૂરિયાત કરતા વધુ પેસેન્જર બેસાડી રહ્યા છે, જેને લઇને ગઈકાલે ડ્રાઇવ યોજવામાં આવી હતી. તમામ પોલીસ કર્મચારીઓને સતત ડ્રાઇવ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે, જેથી ટ્રાફિક ઓછો થઈ શકે.