અમદાવાદ : અમદાવાદીઓને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ‘શાહી’ ભેટ મળી છે. શહેરના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ.631.77 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.આ પ્રસંગે ગુજરાતના મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ગૃહરાજ્ય અને રમત મંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે સંબોધન દરમિયાન જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનતાની સાથે જ અમદાવાદ ઓલિમ્પિકની તૈયારીઓ માટે સજ્જ થઈ જાય એ પ્રકારનું છે. આ સ્પોર્ટ કોમ્પલેક્ષમાં દરેક શાળાઓ વારાફરતી પીટીનો પીરિયડ મર્જ કરીને અહીં રમવા માટે આવશે. ધીરે ધીરે બાળક માટીથી દુર જઇ રહ્યા છે. હું તમને બધાને પ્રોમિસ આપુ છું કે 30 મહિના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ કોમ્પલેક્ષનું ઉદ્ધાટન કરાવીશ. હું પોતે સમગ્ર પ્રોજેક્ટ પર સીધી જ નજર રાખી રહ્યો છું.