અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં ઘણાં સમયથી રખડતાં ઢોર, ટ્રાફિક સમસ્યા અને ખરાબ રસ્તાઓ મુદ્દે સુનવણી થઈ રહી છે. આ સુનવણી અત્યારે ટ્રાફિક સમસ્યા ઉપર કેન્દ્રિત થઈ છે. એક રિપોર્ટ મુજબ, કોર્ટમાં ટ્રાફિક જોઈન્ટ કમિશનર ઓફ પોલીસે કેટલીક માહિતી રજૂ કરી છે.01 ઓગસ્ટ 2024 થી 15 ઓગસ્ટ 2024 સુધી કરાયેલી કામગીરી નો વિસ્તૃત અહેવાલ કોર્ટના રેકોર્ડ પર મુકાયો છે. જેમાં અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી હોવાનો ટ્રાફિક પોલીસે કોર્ટમાં સ્વીકાર કર્યો છે. સતત વધતી સમીક્ષાનું મોનિટરિંગ અને સમાધાન પણ ચાલતું હોવાની ટ્રાફિક પોલીસે કબુલાત કરી છે.
એક રિપોર્ટ મુજબ, ટ્રાફિક જોઈન્ટ કમિશનર ઓફ પોલીસે રજૂ કરેલી માહિતી મુજબ, ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે ટ્રાફિક પોઇન્ટ ઉપર પોલીસ વધારવી, ટ્રાફિક જંકશન ઉપર CCTV લગાવવા, વધુ ઝડપે ચાલતા વાહનો માટે ઇન્ટરસેપ્ટર વાન, રોડ સેફ્ટી ડ્રાઇવ, ગેરકાનૂની પાર્ક કરેલા વાહનોને ટો કરવા, AMC દ્વારા રોંગ સાઈડ આવતા વાહનો માટે ટાયર કિલર બમ્પ લગાવવા, ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને પેનલ્ટી કરવી, IPC/BNS અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનાઓ નોંધવા. અમદાવાદીઓએ 1થી 15 ઓગસ્ટ દરમિયાન સૌથી વધુ ટ્રાફિક સિગ્નલનો ભંગ કર્યો છે. પોલીસે 30 હજાર જેટલા કેસમાં 2.12 કરોડ જેટલો દંડ ફટકાર્યો છે. જ્યારે જુદા જુદા ટ્રાફિક નિયમોના ભંગના કિસ્સાઓમાં માત્ર 15 દિવસમાં 6.17 કરોડ જેટલો દંડ ભર્યો છે.
1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી જુદા જુદા ગુનાઓ સામે નોંધેલા કેસ અને દંડ…
સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ બદલ 3300 કેસ કરવામાં આવ્યા જ્યારે 14,86,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો
રોંગ લેન ડ્રાઇવિંગ બદલ 20 કેસ કરવામાં આવ્યા 10,000 નો દંડ
ટુ વ્હીલર પર બેથી વધુ લોકો સામે 2,933 કેસ કરવામાં આવ્યા જે પૈકી 2,99,600 દંડ વસૂલ કરાયો
હેલ્મેટ વિના 28,099 કેસ 1,31,87,100 નો દંડ વસુલાયો.
નો પાર્કિંગ બદલ 15312 કેસ જેમાં 8303700 દંડ વસૂલ કરાયો
વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવા બદલ 486 ગુના 2,43,500 દંડ
રીક્ષામાં ડ્રાઇવર સીટ પર મુસાફરો બેસાડવા બદલ 2548 કેસ કરાયા જેમાં 12,93,500 નો દંડ વસૂલાયો
દિવસ દરમિયાન શહેરમાં ભારે વાહનોના પ્રવેશ બદલ 324 કેસ 14,81,000 નો દંડ વસૂલ કરાયો
ફેન્સી નંબર પ્લેટ બદલ 245 કેસ જ્યારે 89700 નો દંડ વસૂલાયો
ગાડીમાં ડાર્ક ફિલ્મ ના ઉપયોગ બદલ 378 કેસ અને એક વખત 1,94,600 નો દંડ વસૂલાયો
ભયજનક ડ્રાઇવિંગ બદલ 1688 કેસ અને 34 લાખ 76 હજાર નો દંડ વસૂલ કરાયો
ઓવર સ્પીડિંગ બદલ 4652 કેસ અને 10387500 દંડ વસૂલાયો
રેડ લાઈટ વાયોલેશન બદલ 30,868 કેસ 21260700 દંડ વસૂલાયો