અમદાવાદ : શહેરના નારણપુરા ખાતે HARF દ્વારા હાઉસિંગ વસાહતોના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ શનિવારે સાંજે યોજાયો હતો.જેમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની યોજનાઓમાં વસતા તેજસ્વી વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓનું ટ્રોફી અને સન્માન પ્રમાણપત્ર આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત હાઉસીંગ બોર્ડની યોજનાઓ વસતા હાઉસીંગ રહીશો એક સમાજની જેમ એક મંચ પર આવે અને હાઉસીંગ રહીશોનો વિકાસ થાય તથા હાઉસીંગ રહીશોના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું આયોજન કરાયુ હતુ.ગઈકાલે તારીખ-24/8/2024, શનિવારે સાંજે હાઉસીંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન (HARF) દ્વારા નારણપુરા વિસ્તારમાં આવેલ GSC બેંકના હોલમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની યોજનાઓમાં વસતા તેજસ્વી વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓનું ટ્રોફી અને સન્માન પ્રમાણપત્ર આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.જેમાં લગભગ 152 વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા. હાઉસીંગ એક પરિવાર હાઉસિંગ એક સમાજના સૂત્ર હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમારોહના વિશેષ અતિથિ અને સ્પીકર તરીકે સિલ્વર ઓક યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ જનકભાઈ ખાંડવાલા હાજર રહ્યા હતા અને વિદ્યાર્થી વાલીઓને શિક્ષણ બાબતે સકારાત્મક અને અસરકારક સંબોધન કર્યું હતું. આ ઉપરાંત હાઉસીંગ આગેવાનો ગોરધનભાઈ પટેલ, પ્રવીણાબા ગોહિલ, અશ્વિનભાઈ સુમેર્યા,અનિલભાઈ ઠક્કર, વિજયભાઈ કોડવાની, ઉત્તમભાઈ સુરતી, મનુભાઈ ચૌધરી, વિશાલભાઈ કંથારિયા અને સંદીપભાઈ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.