અમદાવાદ : જેની છેલ્લાં કેટલાંય સમયથી કાગડોળે રાહ જોવાતી હતી એવા નવા વાડજના ઉત્સવ એપાર્ટમેન્ટનું રિડેવલોપમેન્ટ હવે પૂર્ણતાના આરે છે.કોરોના સમય પહેલાથી નવા વાડજ વિસ્તારમાં જેની સૌથી વધુ ચચા હતી એવા ઉત્સવ એપાર્ટમેન્ટનું રિડેવલોપમેન્ટને આગામી સમયમાં આખરી ઓપ અપાય તેવી શકયતાઓ જોવાઈ રહી છે.
જો કે આ ઉત્સવ એપાર્ટમેન્ટના રિડેવલોપમેન્ટ મુદ્દે રહીશોમાં હજુ સુધી કહીં ખુશી…કહીં ગમ…જેવો માહોલ જોવા મળી રહ્યો છે.સોસાયટીના રિડેવલોપમેન્ટ મામલે મોટાભાગના રહીશો અગાઉ મૌખિક રીતે સંમતિ આપી ચુકયા છે પરંતુ રિડેવલોપમેન્ટ નજીક આવતા અનેક મુદ્દે રહીશોમાં મતભેદો હોવાનું જાણવા મળ્યું છે.જેમાં મુખ્યત્વે બિલ્ડર દ્વારા એક જ સોસાયટીના બે અલગ અલગ ભાગ પાડીને બે અલગ અલગ પ્રકારના ફલેટની યોજના ધરાવે છે જેના કારણે રહીશો આ મામલે પ્રચંડ વિરોધ કરી રહ્યા છે.
આ સિવાય અનેક રહીશો હાઉસીંગ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ રિડેવલોપમેન્ટ નીતિનો જ વિરોધ કરી રહ્યા છે અને ફરિયાદ સ્વરૂપે જણાવી રહ્યાં છે કે બિલ્ડર દ્વારા ખુબ જ નાના બાંધકામની સ્કીમ લાવવામાં આવી છે.તો કેટલાંક લોકો તો હજુ રાહ જુઓ…સમય જતા સરકાર કે હાઉસીંગ બોર્ડ દ્વારા આનાથી વધુ મોટા બાંધકામની સ્કીમ આવશે ત્યારે પસ્તાવાનો વારો આવશે એવું જણાવી રહ્યા છે, તેઓ સાથે વધુમાં એવું પણ જણાવી રહ્યા છે કે ઉત્સવ એપાર્ટમેન્ટમાં ફલેટોમાં બાંધકામ એટલા પણ જર્જરિત થઈ ગયા નથી કે આટલી ઉતાવળ કરવી પડે.
આમ એકદંરે ઉત્સવ એપાર્ટમેન્ટ રિડેવલોપમેન્ટ મિશ્ર પ્રતિભાવો લોકોના જોવા મળી રહ્યાં છે ત્યારે આગામી કેટલાંક દિવસોમાં સમગ્ર મામલે સર્વસંમતિ સધાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.