અમદાવાદ : અમદાવાદમાં નવી પોલીસ કમિશ્નરની કચેરીની મુલાકાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લીધી હતી. દરમિયાન નવનિર્મિત જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. ઉપરાંત, નવનિર્મિત જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ પ્રકારનું ઇન્ટ્રોગેશન સેન્ટર રાજ્યમાં પ્રથમવાર નિર્માણ થવા જઈ રહ્યું છે, જેની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
Visited the Commissioner of Police Ahmedabad office to review the ongoing development of the facilities. Pleased to see the efforts being made to create a seamless experience for the public. This initiative is still in progress and will be inaugurated by Hon’ble HM Shri… pic.twitter.com/pUsJhG2aJt
— Harsh Sanghavi (@sanghaviharsh) September 25, 2024
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરનાં સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં 5907 ચો.મીટર વિસ્તારમાં અંદાજિત રૂ. 6.22 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં કોન્ફરન્સ હોલ, 3 ઇન્ટ્રોગેશન રુમ, 3 ઇન્વેસ્ટિગેશન રુમ, કિચન તથા કેન્ટિન, બે એસ.આર.પી. ગાર્ડ રુમ, આર.સી.સી. ઇલેક્ટ્રિક વાયર સાથેની 30 ફૂટ ઊંચી કંમ્પાઉન્ડ વોલ, ગાર્ડન, આર.સી.સી. રોડ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં 16 પુરુષ બેરેક અને 02 મહિલા બેરેક મળી અંદાજિત 76 વ્યક્તિઓની ક્ષમતા હશે.
તમને જણાવી દઈએ કે, આગામી 3 ઓક્ટોબરનાં રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરની નવી કચેરીનું ઉદ્દઘાટન કરવા માટે આવનાર છે. સાથે-સાથે નવનિર્મિત આ અદ્યતન જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવશે. રાજ્યનાં પોલીસવડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ સ્થળ મુલાકાતમાં જોડાયા હતા.