અમદાવાદ : શહેરના વાસણા વિસ્તારમાં એક મહિલા દ્વારા એક બેગ રિક્ષામાં ભુલાઈ ગઈ હતી અને જે બેગમાં સોના અને ચાંદીના દાગીના સહિત રોકડ રકમ હતી અને જે બેગ ભૂલી જતા તે તાત્કાલિક વાસણા પોલીસ સ્ટેશન દોડી આવી હતી અને તમામ ઘટના વિશે જાણ કરી હતી અને પોલીસે તરત કામગીરી શરૂ કરી અને ગણતરીના કલાકોમાં મહિલાની બેગ શોધીને લઈ આવી અને પરત આપી હતી.
મૂળ ભાવનગરની રેહવાસી જોહરાબાનું મુમતાની ગીતા મંદિરથી રિક્ષામાં બેસીને વાસણામાં આવેલ અને તેમની પાસે એક બેગ હતી અને જે બેગમાં 1.5 લાખના દાગીના અને 23 હજાર રૂપિયા રોકડા હતા પરંતુ તે બેગ તે રિક્ષામાં ભૂલીને હતા રહ્યા હતા અને ત્યાર બાદ તે બેગ પરત મળે તે માટે પોલીસની મદદ લીધી હતી.
વાસણા પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા અલગ અલગ CCTV કેમેરાની મદદથી અને જરૂરી એનાલીસિસ કરીને તાત્કાલિક તે રિક્ષા ડ્રાઈવરને શોધી કાઢેલ અને તે બેગ પરત લઈ મહિલાને આપી દીધી હતી. મહત્વનું છે જે આ બેગ પરત મળતા મહિલાએ વાસણા પોલીસનો આભાર માન્યો હતો.