અમદાવાદ : અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ધમધમતા 35 કોલ સેન્ટરો પર સીબીઆઈએ એક સાથે રેડ પાડીને સનસનાટી મચાવી દીધી છે. ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટરો પોલીસ માટે માથાનો દુઃખાવો બન્યા છે અને CBIના દરોડાથી તેમા મોટો પર્દાફાશ થાય તેવી સંભાવના છે. કોલ સેન્ટરના નામે વિદેશી નાગરિકોને છેતરીને તેમની પાસેથી પૈસા પડાવવાની આખી સિસ્ટમ છે અને ઘણા લોકો પાસેથી પૈસા પડાવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. અગાઉ FBI એ આ મામલે દરોડા પાડ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર અને આસપાસની જગ્યાએ અંદાજે 35 જેટલાં કોલ સેન્ટર પર દિલ્હી CBIની ટીમે દરોડા પાડ્યા છે. ગઈકાલે મોડી રાતથી આ દરોડા ચાલી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કેટલાંક કોલ સેન્ટર હોવાની પણ વાત સામે આવી રહી છે. એટલું જ નહીં આ કોલ સેન્ટરની રેડમાં સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર CBIના 350થી વધુ લોકો ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને આખી રાત રેડ ચાલુ રાખી હતી.
આટલું જ નહીં આ કોલ સેન્ટર પર દરોડો પાડવા માટે CBIના 350 થી વધુ લોકો ગઈકાલે સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના અમદાવાદ પહોંચી ગયા હતા અને આખી રાત દરોડા ચાલુ રાખ્યા હતા. દરોડામાં શું બહાર આવ્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી, તેમ છતાં આ સિલસિલો ચાલુ છે. મળતા અહેવાલો અનુસાર, વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની આ માહિતી CBIને મળી હતી. જેના આધારે દરોડો પાડ્યો છે. દરોડામાં શું બહાર આવ્યું છે તે હજુ જાણવા મળ્યું નથી. પરંતુ આ શંકાના આધારે અમદાવાદમાં મોટાપાયે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
અમેરિકન નાગરિકોને તેમના લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે ડરાવીને તેમની પાસેથી ડોલર પડાવવાના રેકેટનો અગાઉ પણ અનેક વખત પર્દાફાશ થયો હતો. જેમાં મોટા કોલ સેન્ટરના માફિયાઓ અબજો રૂપિયા ઘરભેગા કરી દીધા છે. અહીં લાઈફ સ્ટાઈલ માટે જાણીતા આ કોલ સેન્ટર માફિયા નવા જરૂરિયાતમંદ યુવાનોને મોટા રૂપિયા આપવાની લાલચ આપીને કોલ સેન્ટર ચલાવડાવે છે અને તેમાં લોકોને ફસાવીને આખી સિસ્ટમમાં ડોલર ભેગા કરી લેતા હોય છે.