અમદાવાદ : શહેર પોલીસ કમિશનર દ્વારા બદલીનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે.શહેરના 18 PI અને 20 PSIની આંતરિક બદલી કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના સોલા, નારોલ, વટવા, વટવા જીઆઈડીસી, ઘાટલોડિયા, શાહપુર, ક્રાઈમ, વિશેષ શાખા, SOG, કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા 18 જેટલા PI ને આંતરિક બદલી કરવામાં આવી છે. બદલી થયેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી બદલીની જગ્યા પર છતાં થઈ હાજર થવા પોલીસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે બહારના જિલ્લામાંથી બદલી થઈને આવેલા PI ને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે તો કેટલાક PI ને મૂળ જગ્યાએથી બદલીને કંટ્રોલ રૂમ અને ટ્રાફિક જેવી શાખામાં બદલી કરી દેવામાં આવી છે.