અમદાવાદ : ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે એટલે 4 જૂન અને ધોરણ 10 નું પરિણામ 6 જુનના રોજ જાહેર થશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરી માહિતી આપી છે.પહેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને તે બાદ ધોરણ 10નું પરિણામ જાહેર થશે.
જૂન મહિનામાં શરૂઆતમાં નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો વ્યસ્ત હતા. જેના કારણે પ્રથમ સપ્તાહમાં પરિણામ જાહેર કરી શકાયું નહોતું. આ અગાઉ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 12મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.