અમદાવાદ : અમદાવાદમાં દિવસને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. જેના કારણે પોલીસ પર અનેક સવાલો થઈ રહ્યાં છે. ચાણક્યપુરીમાં આ અમાસાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શિવમ આર્કેડમાં હથિયારધારી ટોળાએ સિક્યુરીટી કેબિનમાં તોડફોડ કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામેં આવ્યો છે. શિવમ આર્કેડમાં અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ તલવાર અને ઘાતક હથિયારોથી આતંક મચાવ્યો હતો. શિવમ આર્કેડમાં હથિયારધારી ટોળાએ સિક્યુરીટી કેબિનમાં તોડફોડ કરી હતી. શખ્સોએ પથ્થરમારો કરતા પોલીસને પણ જાણ કરાઈ હતી. ત્યારબાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચતા મામલો થાળે પડ્યો હતો. અસામાજિક તત્વોના આતંકથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે.
સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે કે, આ અસામાજિક તત્વો સોસાયટીના એક ઘરમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. તે લોકોને પકડી પાડતા અને તેમને રોકતા તેમણે અસમાજિક તત્વો સાથે આવીને હોબાળો કર્યો હતો.