અમદાવાદ: હાઇકોર્ટના સૂચન બાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે. જેમાં પાંચથી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરવા માટે ટ્રાફિક પોલીસે RTOમાં વિગત આપીને રિપોર્ટ કર્યો છે. જ્યારે 2 હજાર વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરવા માટેનો રિપોર્ટ કર્યો છે. સમગ્ર રાજ્યની RTOમાં આ રિપોર્ટ કરીને વાહનચાલકોની વિગત આપવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પાંચથી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરવા માટે ટ્રાફિક પોલીસે RTOમાં વિગત આપીને રિપોર્ટ કર્યો છે. તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા પણ ટ્રાફિક પોલીસને સૂચન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે હવે ટ્રાફિક પોલીસ જે લોકો હેલ્મેટ પહેરીને વાહન નથી ચલાવતા, સાથે જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય છે તેવા 2 હજાર લોકોના લાયસન્સ રદ કરવાનો રિપોર્ટ RTOને આપવામાં આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યની RTOમાં રિપોર્ટ કરીને વાહનચાલકોનું લાયસન્સ રદ કરવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત જુલાઈ મહિનામાં 151 વાહનચાલકોના લાયસન્સને રદ કરવા માટેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી આરટીઓ દ્વારા 37 વાહનચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા. હાલ હેલ્મેટ વગર વાહન ચલાવતા 3 થી 4 હજાર જેટલા લોકોને રોજ મેમો આપવામાં આવી રહ્યા છે. અગામી દિવસોમાં હવે 6 મેમોની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવશે અને લોકો ટ્રાફિકનું પાલન કરે તે હેતુથી ટ્રાફિકનો ભંગ કરતા લોકો સામે કડક પગલા લેવામાં આવશે.