અમદાવાદ : શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ પે એન્ડ પાર્ક બનાવવામાં આવ્યા છે. કોર્પોરેશનના પ્લોટમાં અને ઓન સ્ટ્રીટ પાર્કિંગ શરૂ કરવામાં આવ્યા છે. એસજી હાઇવે, સોલા સાયન્સ સિટી અને જગતપુર સહિતના આસપાસના વિસ્તારમાં કુલ 8 જેટલા પ્લોટમાં પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. એસજી હાઈવે પર જે લોકો અમદાવાદ-ગાંધીનગર અપડાઉન કરતા હોય તેઓ પોતાના વાહનો પાર્ક કરી શકે તેના માટે કારગીલ પેટ્રોલ પંપ, એસજી હાઇવે વોડાફોન પાસે અને ગોતા અંબિકા દાળવડા સેન્ટર પાસે સહિત કુલ અલગ અલગ સ્થળો પર પાર્કિંગ પ્લોટ અને પણમાં કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા આવેલા સાત અલગ અલગ સ્પોટ ઉપર પે એન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્ક કરાવવા માટે એસ્ટેટ વિભાગ તરફથી કોન્ટ્રાકટરો પાસેથી ઓફર મંગાવવામાં આવી છે. શહેરના એસજી હાઇવે પર ઇસ્કોન ચાર રસ્તાથી લઇ અને ઇસ્કોન ગાંઠિયા અને ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ સુધીનો સર્વિસ રોડ આખો પે એન્ડ પાર્ક તરીકે હાલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા હવે ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. ઇસ્કોન ચાર રસ્તાથી વાઈડ એંગલ અને કર્ણાવતી ક્લબ સામેના રોડ ઉપર અનેક વાહનો પાર્ક થતા હોય છે.
ઉપરાંત જગતપુર વિસ્તારમાં આવેલા ગણેશ ગ્લોરી પાસે 503 ટુ વ્હીલર અને 597 ફોર વ્હીલર એમ કુલ મળીને 1100 વાહન બે વર્ષના સમય માટે પે એન્ડ પાર્ક પધ્ધતિથી પાર્ક કરાવાશે.આ કોન્ટ્રાકટ મેળવવા મ્યુનિ.તંત્રે રુપિયા 26.32 લાખ વાર્ષિક અપસેટ વેલ્યુ નકકી કરી છે. ઈસ્કોન ક્રોસ રોડથી ચીમનભાઈ ઈન્સ્ટીટયુટ સુધીના રોડ ઉપર પે અન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્ક કરાવવાનો કોન્ટ્રાકટ માટે રુપિયા 16.55 લાખ વાર્ષિક અપસેટ વેલ્યુ નકકી કરવામાં આવી છે.જો કે આ જગ્યામાં કુલ કેટલા વાહન પે એન્ડ પાર્ક પધ્ધતિથી પાર્ક કરાવાશે એ અંગે એસ્ટેટ વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સ્થળ ટુવ્હીલર ફોર વ્હીલર અપસેટ વેલ્યુ(લાખમાં)
કારગીલ પમ્પની બાજુમાં 652 81 10.27
ગોતા ઓવરબ્રિજ પાસે 127 21 2.18
સાયન્સસીટી મેઈન રોડ 216 196 9.22
એસ.જી.હાઈવે, 201 49 3.99
વિશ્વાસિટી પાસે,સોલા 60 50 2.41
એડીબી વોટર ટેન્ક પાસે 313 20 4.28
ગણેશ ગ્લોરી પાસે,જગતપુર 503 597 26.32