અમદાવાદ : નવરાત્રિમાં અસામાજિક તત્વોને ખુલ્લો દોર મળી ગયો હોય તેમ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. ગરબા દરમિયાન કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. તો બીજી તરફ, ગરબા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસની નિષ્ફળતા દેખાઈ રહી છે. અમદાવાદ શહેરમાં પ્રખ્યાત ગોતા પાસે આવેલ મંડળી ગરબામાં ચાલુ ગરબા દરમિયાન ફાયરિંગની ચકચારી ઘટના બની છે.જો કે આ ફાયરિંગ સિક્યુરિટીએ કર્યું છે કે કોઈ બીજા તે અંગે કોઈપણ કંઈ બોલવા તૈયાર નથી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાતમા નોરતે અમદાવાદ શહેરના ગોતા પાસે આવેલા મંડળી ગરબામાં ચાલુ ગરબે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અચાનક કોઇ બાબતને લઇને બે જૂથો વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ અજાણ્યા શખ્સો દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ ગોળીબાર થતા ગભરાયેલા આયોજકોએ તાત્કાલિક ગરબા બંધ કરાવી દીધા હતા. ગોળીબાર થયો તે સમયે આ જગ્યાએ અનેક લોકો ગરબા રમી રહ્યા હતા.અમદાવાદમાં ગરબા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસની નિષ્ફળતા જોવા મળી છે.
બન્યું એમ હતં કે, મંડળી ગરબામાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે ઝઘડો અને મારમારી થઈ હતી. જેમાં 70 જેટલા શખ્સોએ 10 યુવકોને માર માર્યો હતો. સિક્યુરિટી ગાર્ડે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જે બાદ વિવાદ ઉગ્ર બન્યો હતો. ઘટનાને પગલે સોલા પોલીસે સ્થળે પહોંચી સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.