અમદાવાદ : અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાના કાર્યાલયનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે સાંસદ દ્વારા કાર્યાલય બનાવવામાં આવ્યું છે. આ પ્રસંગે શહેરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિતભાઇ પી શાહ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, સહિત ભાજપ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે દિનેશ મકવાણાએ જણાવ્યું હતું કે, મારી લોકસભા વિસ્તારમાં બે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો નથી. લોકો કેન્દ્ર, રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક પ્રશ્નો લઈને આવતા હોય છે, જેના નિરાકરણ માટે કાર્યાલય ખોલવામાં આવ્યું છે.સવારે 10:30 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દરરોજ કાર્યાલય ચાલુ રહેશે. દિલ્હી અથવા તો પાર્ટીના કોઈ કાર્યક્રમ નહીં હોય ત્યારે હું પણ કાર્યાલય ખાતે હાજર રહીશ.