અમદાવાદ : AMC દ્વારા આધારકાર્ડની નોંધણી તેમજ અપગ્રેડેશન માટે 44 સેન્ટરની જાહેરાત કરાઈ છે. આ તમામ સેન્ટર સવારના દસથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી ધમધમશે. બપોરના બેથી અઢી વાગ્યા સુધી રિસેશ રહેશે. જોકે આગોતરી એપોઇન્ટમેન્ટ કે ટોકન વગર નોંધણી કે નોંધણી-સુધારાની કામગીરી કરવામાં આવશે નહીં.
અમદાવાદ પ્રશ્ચિમ ઝોનના સેન્ટર
એક રિપોર્ટ મુજબ પશ્ચિમ ઝોનના પાલડીમાં ધરણીધર સિટી સિવિક સેન્ટર, નવરંગપુરામાં નવરંગપુરા બસસ્ટેન્ડ પાસેનું મલ્ટિલેવલ પાર્કિંગ, ચાંદખેડામાં સબ ઝોનલ ઓફિસ, સાબરમતીમાં સાબરમતી વોર્ડ ઓફિસ, રાણીપમાં રાણીપ સબ ઝોનલ ઓફિસ અને નવરંગપુરામાં સબ ઝોનલ ઓફિસ મળીને કુલ છ સેન્ટર, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયામાં જૂની પંચાયત ઓફિસ, ઘાટલોડિયામાં વોર્ડ ઓફિસ સામે, ગોતામાં સબ ઝોનલ ઓફિસ, થલતેજમાં ઝોનલ ઓફિસ અને બોડકદેવમાં રિલાયન્સ ફ્રેશ સામેનું મકરંદ દેસાઈ પુસ્તકાલય મળીને કુલ પાંચ સેન્ટર અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં બોપલમાં સિવિક સેન્ટર, જોધપુરમાં વોર્ડ ઓફિસ, વેજલપુરમાં વોર્ડ ઓફિસ, મક્તમપુરામાં સબ ઝોનલ ઓફિસ અને સરખેજમાં સબ ઝોનલ ઓફિસ- એમ કુલ પાંચ સેન્ટર મળીને પશ્ચિમ અમદાવાદમાં ૧૬ સેન્ટરની જાહેરાત કરાઈ છે.
અમદાવાદ મધ્ય ઝોનના સેન્ટર
મધ્ય ઝોનમાં ખાડિયા-રાયપુરમાં પોલિયો ફાઉન્ડેશન બિલ્ડિંગ, જમાલપુરમાં સબ ઝોનલ ઓફિસ, દરિયાપુરમાં સબ ઝોનલ ઓફિસ, અસારવામાં ગુજરાત કામદાર કલ્યાણ કેન્દ્ર, શાહપુરમાં શાહપુર સેન્ટર અને શાહીબાગમાં ગિરધરનગર વોર્ડ ઓફિસ, જ્યારે દક્ષિણ ઝોનના મણિનગરમાં ઝોનલ ઓફિસ, વટવામાં સબ ઝોનલ ઓફિસ, લાંભામાં સબઝોનલ ઓફિસ, ઈસનપુરમાં ઘોડાસર સબ ઝોનલ ઓફિસ, ઇન્દ્રપુરીમાં સબ ઝોનલ ઓફિસ, બહેરામપુરામાં સબ ઝોનલ ઓફિસ, ખોખરામાં સબ ઝોનલ ઓફિસ અને દાણીલીમડામાં સબ ઝોનલ ઓફિસ, જ્યારે ઉત્તર ઝોનના નરોડામાં પાણીની ટાંકી, ગણપતિ મંદિરની સામે, કુબેરનગરમાં વોર્ડ ઓફિસ, સરદારનગરમાં અર્બન હેલ્થ સેન્ટર, સૈજપુરમાં રાજીવ ગાંધી ભવન મેમ્કો, ઇન્ડિયા કોલોનીમાં સબ ઝોનલ ઓફિસ, બાપુનગરમાં સબ ઝોનલ ઓફિસ, સરસપુરમાં બાલભવન મ્યુનિ. હિંદી સ્કૂલ સામે સેન્ટર કાર્યરત છે.
અમદાવાદ પૂર્વ ઝોનના સેન્ટર
પૂર્વ ઝોનમાં રામોલમાં નવી નિરમાની બાજુમાં, અમરાઈવાડીમાં સિવિક સેન્ટરની પાછળ, ગોમતીપુરમાં સબ ઝોનલ ઓફિસ, વસ્ત્રાલમાં સબ ઝોનલ ઓફિસ, નિકોલમાં સબ ઝોનલ ઓફિસ અને ઓઢવમાં વોર્ડ ઓફિસ ખાતે સેન્ટર કાર્યરત કરાયું છે.