અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં IOC રોડ પર માનસરોવર ચાર રસ્તા પાસે આજે ડમરુ સર્કલનું ઉદ્ઘાટન મેયર કિરીટ પરમારના વરદહસ્તે દ્વારા કરવામાં આવ્યું હતું. છેલ્લા અનેક વર્ષોથી આ રોડ પર સર્કલ બનાવવાની માંગણી કરવામાં આવી હતી. સ્થાનિક કોર્પોરેટર અને દંડક અરુણસિંહ રાજપુત ના બજેટ માંથી આશરે રૂ.8 લાખના ખર્ચે ડમરુ સર્કલ બનાવવામાં આવ્યું છે.
ડમરુ સર્કલના ઉદઘાટન બાદ ચાંદખેડા વિસ્તારના લોકોએ કિરીટ પરમાર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય પદાધિકારીઓનું ફુલહાર તેમજ પાઘડી, શાલ પહેરાવી અને બહુમાન કર્યું હતું. આસપાસની સોસાયટીના આવેલા લોકોએ પણ તમામ પદાધિકારીઓનો આભાર માન્યો હતો અને આગામી દિવસોમાં પણ આવી જ સારી રીતે કામગીરી કરવામાં આવે તેમ જણાવ્યું હતું.