29 C
Gujarat
Sunday, December 22, 2024

મેટ્રોના મુસાફરો માટે ગુડ ન્યુઝ : અમદાવાદ-ગાંધીનગરની મેટ્રોની ટિકિટ હવે એપથી બુક કરી શકાશે

Share

અમદાવાદ : અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થયા બાદ વધુમાં વધુ મુસાફરો મેટ્રો ટ્રેનની સુવિધાનો લાભ મેળવી શકે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મેટ્રો રેલવે સ્ટેશન પર મુસાફરોએ ટિકિટ લેવામાં ભીડનો સામનો ન કરવો પડે તે માટે હવે ઓનલાઈન ટિકિટ બુકિંગની પણ સુવિધા શરૂ કરવામાં આવી છે. મુસાફર ઘર બેઠા અમદાવાદ મેટ્રોની એપ પરથી ટિકિટ બુક કરી શકશે. જનરેટ થયેલી ટિકિટના આધારે જે તે રેલવે સ્ટેશન પર સ્કેન કરી આસાનીથી પ્રવેશ કરી શકશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા (GMRCL) થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ અને વાસણા APMCથી મોટેરા સ્ટેડિયમ અને ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો રેલ સેવા શરૂ કરી છે. મેટ્રો ટ્રેનમાં લોકોની મુસાફરી સતત વધી રહી છે જેને ધ્યાનમાં રાખી હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા Ahmedabad Metro (Official) નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપમાં મુસાફરોને મુસાફરી માટેની માહિતીથી લઈને ઓનલાઈન ટિકિટ બુકિંગ સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા માટે મુસાફરોએ રેલવે સ્ટેશન પરથી ટિકિટબારી પર જઈને ટિકિટ લેવાની હતી, જોકે હવે એપ પરથી પણ લોકો ટિકિટ બુક કરી શકશે.

મેટ્રો રેલની ઓફિશિયલ એપ પર સૌ પ્રથમ Book Ticketમાં ક્લિક કરતા કયા સ્ટેશનેથી કયા સ્ટેશન સુધી જવું છે તે સ્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ટિકિટ લેવાની છે તે સિલેક્ટ કરીને કન્ફર્મ ટિકિટ પર ક્લિક કરવાથી કઈ તારીખની અને કેટલું ભાડું થયું તે દર્શાવવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ માટે તેમાં ક્લિક કરતાની સાથે જ UPI પેમેન્ટ કરવાનું હોય તેમાં માહિતી નાખ્યા બાદ તરત જ ઓનલાઇન પેમેન્ટ થઈ જશે અને ટિકિટ જનરેટ થઈ જશે. આ ટિકિટ મેટ્રો સ્ટેશન પર જઈને સ્કેન કરવાથી પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન ટિકિટ બે કલાક સુધી જ માન્ય ગણાય છે. આ ઉપરાંત એપથી મેટ્રોની ઘણી બધી માહિતી પણ મળી શકશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles