મુંબઈ : સચિન તેંડુલકર કોઈ પણ ક્રિકેટરના વખાણ કરે તો તેમાં કંઈક ખાસ હોવું જોઈએ. જો તે કોઈપણ ઉભરતા ક્રિકેટરની વાત કરે તો બધા તેના પર ધ્યાન આપશે અને શક્ય છે કે તેનું નસીબ પણ બદલાય. આવું જ કંઈક 12 વર્ષની નાની બાળકી સાથે થઈ શકે છે, જેના માટે માસ્ટર બ્લાસ્ટરે પોતે એક ખાસ પોસ્ટ બનાવી હતી અને હવે તેની મદદ માટે દેશના મોટા ઉદ્યોગપતિ આગળ આવ્યા છે. આ છે રાજસ્થાનની 12 વર્ષની છોકરી સુશીલા મીના, જે હાલમાં પોતાની શાનદાર બોલિંગ એક્શનથી હેડલાઈન્સ બનાવી રહી છે.
Smooth, effortless, and lovely to watch! Sushila Meena’s bowling action has shades of you, @ImZaheer.
Do you see it too? pic.twitter.com/yzfhntwXux— Sachin Tendulkar (@sachin_rt) December 20, 2024
છેલ્લા કેટલાક દિવસોથી સુશીલાની બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાજસ્થાનની એક 12 વર્ષની છોકરીની બોલિંગનો વીડિયો હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. આ વીડિયોમાં આ છોકરી નેટ્સ પર બોલિંગ કરી રહી છે. મહાન બેટ્સમેન સચિન તેંડુલકર આ વીડિયો જોયા બાદ ખૂબ જ ખુશ છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે તેણે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનને ટેગ કર્યો છે. આ છોકરીનું નામ સુશીલા મીના છે અને તે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર છે. આ છોકરીની બોલિંગ જોઈને સચિન આશ્ચર્યચકિત થઈ ગયા હતા.અને હવે તેની મદદ માટે દેશના મોટા ઉદ્યોગપતિ સહીત અનેક લોકો આગળ આવ્યા છે.
મહાન ભારતીય બેટ્સમેન સચિને શુક્રવાર 20 ડિસેમ્બરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સુશીલાનો આ વીડિયો પોસ્ટ કર્યો હતો. આમાં તેમણે સુશીલાની એક્શનને ખૂબ જ સ્મૂધ અને ક્યૂટ ગણાવી હતી. સચિને ઝહીર ખાનને પણ ટેગ કરીને લખ્યું કે સુશીલાના એક્શનમાં ઝહીર ખાનની ઝલક જોવા મળે છે. ઝહીર પણ માસ્ટર બ્લાસ્ટર સાથે સંમત થયો અને લખ્યું કે તેની એક્શન ઘણી અસરકારક છે અને તે તેની નાની ઉંમરે ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે.