Wednesday, November 19, 2025

ભારતીય મહિલા ક્રિકેટરો પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયન, આ ત્રણ મહિલા ખેલાડીઓએ પલટી મેચ

spot_img
Share

નવી મુંબઈ : ભારતની મહિલા ક્રિકેટરોએ રવિવારે નવો ઇતિહાસ સર્જ્યો. તેમણે અહીં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં બાવન રનથી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. ભારતીય મહિલા ક્રિકેટરો પહેલી જ વાર વર્લ્ડ કપ જીતી છે. અગાઉ બે વખત 2005માં અને 2017માં ફાઇનલમાં હારી ગયા બાદ ભારતે ત્રીજી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો અને સર્વોચ્ચ ટ્રોફી જીતી લીધી.

2 નવેમ્બરે (રવિવાર) નવી મુંબઈના ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે 52 રનથી જીત હાંસલ કરી. આ જીત સાથે જ ભારતીય ટીમે પહેલીવાર મહિલા વર્લ્ડ કપ પર કબજો કર્યો. ત્યારે, સાઉથ આફ્રિકાનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું. મેચમાં ભારતીય ટીમે 7 વિકેટ પર 298 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકાની ટીમ 45.3 ઓવરમાં 246 રન પર સમેટાઈ ગઈ.

ફાઇનલમાં ભારતીય ટીમની જીતમાં ત્રણ ખેલાડીઓનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું. શેફાલી વર્મા અને દીપ્તિ શર્માએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. ત્યારે અમનજોતે શાનદાર ફીલ્ડિંગ કરી. અમનજોતે તાજમિન બ્રિટ્સને રનઆઉટ કરી અને લૌરા વોલ્વાર્ડનો કેચ ઝડપ્યો.

ભારતના પુરુષોની વન-ડે ટીમે 1983માં કપિલ દેવના નેતૃત્વમાં પહેલી વર્લ્ડ કપ ટ્રોફી મેળવી હતી અને હવે હરમનપ્રીત કૌરે ભારતની મહિલા ક્રિકેટને આ અપ્રતિમ સિદ્ધિ અપાવી છે. ઘરઆંગણે આવેલી ટ્રોફીને ભારતીય ટીમે પોતાના કબજામાં કરી જ લીધી. હરમનપ્રીત, વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના સહિત તમામ ભારતીય ખેલાડીઓ ભાવુક થઈને રડી હતી, એકમેકને ભેટી હતી. બીજી તરફ, સાઉથ આફ્રિકાની પ્લેયર્સ પરાજયના આઘાતમાં હતાશ હતી.

ભારતે બૅટિંગ મળ્યા બાદ 50 ઓવરમાં સાત વિકેટે 298 રન કરીને સાઉથ આફ્રિકાને 299 રનનો તોતિંગ તથા મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. સાઉથ આફ્રિકાની કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ સહિત કેટલીક ગણતરીની બૅટર્સને ભારતીય બોલર્સ કાબૂમાં રાખતાં ભારતીય મહિલાઓ માટે પહેલી વર્લ્ડ કપ ટ્રોફી જીતવી મુશ્કેલ કામ નહોતું એવું મનાતું હતું અને થયું પણ એવું જ. વિમેન ઇન બ્લૂ ટ્રોફી જીતીને રહી.

ભારતના 298 રનમાં ખાસ કરીને શેફાલી વર્મા (87 રન, 78 બૉલ, બે સિક્સર, સાત ફોર), દીપ્તિ શર્મા (58 રન, 58 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર), સ્મૃતિ મંધાના (45 રન, 58 બૉલ, આઠ ફોર) તેમ જ વિકેટકીપર રિચા ઘોષ (34 રન, 24 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ના યોગદાન હતા. જેમિમા રૉડ્રિગ્સે 24 રન અને કૅપ્ટન હરમનપ્રીતે 20 રન કર્યા હતા. પેસ બોલર આયાબૉન્ગા ખાકાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલમાં સેન્ચુરી (169 રન) કરનાર કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટે રવિવારે લડાયક ઇનિંગ્સ (101 રન, 98 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)માં સદી ફટકારી ત્યારે સેલિબ્રેશન ટાળ્યું હતું, કારણકે તેની ટીમ હારી રહી હતી. છેવટે 42મી ઓવરમાં વૉલ્વાર્ટે દીપ્તિ શર્માના બૉલમાં બિગ શૉટ માર્યો અને મિડ વિકેટ પરથી દોડી આવેલી અમનજોત કૌરે જગલિંગ ઍક્ટમાં (ત્રીજા અટૅમ્પ્ટમાં) તેનો અફલાતૂન કૅચ ઝીલી લીધો હતો. એ સાથે ફાઇટિંગ સ્પિરિટ સાથે રમેલી ઓપનર વૉલ્વાર્ટની યાદગાર ઇનિંગ્સનો અંત આવ્યો હતો.

વૉલ્વાર્ટ ઓપનિંગમાં આવ્યા બાદ આઉટ જ નહોતી થતી એટલે ભારતીય બોલર્સે તેની સામા છેડા પરની બૅટરને લક્ષ્યાંક બનાવી હતી અને એક પછી એક બૅટરને આઉટ કરીને સાઉથ આફ્રિકાની ટીમને માનસિક દબાણમાં લાવી હતી. ભારતીય ફીલ્ડર્સની ફીલ્ડિંગ થોડી ખરાબ હતી. જોકે દીપ્તિએ 36મી ઓવરમાં ડર્કસેન (35 રન)નો કૅચ છોડ્યા બાદ તેને આઉટ કરી હતી.

સાંજે ભારતે બૅટિંગ મળ્યા બાદ સાવચેતીભરી શરૂઆત કરી હતી અને પછીથી આક્રમક અભિગમ અપનાવ્યો હતો. ઓપનર્સ શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ચોક્કા પર ચોક્કા ફટકારીને હજારો પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું અને જીત માટેનો પાયો નાખવાની શરૂઆત કરી હતી.

ભારતે 18મી ઓવરમાં 100 રન પૂરા કર્યા બાદ ઓપનર સ્મૃતિ મંધાનાએ વિકેટ ગુમાવી હતી. લેફ્ટ-આર્મ સ્પિનર ક્લૉ ટ્રાયૉનને આ મૅચમાં પહેલી જ વખત બોલિંગ મળી અને તેણે સ્મૃતિની વિકેટ અપાવી હતી. સ્મૃતિની વિકેટ પડ્યા બાદ જેમિમા રૉડ્રિગ્સ મેદાન પર ઊતરતાં જ હજારો પ્રેક્ષકોએ તેને તાળી પાડીને તેમ જ તેના નામનાં બૅનર સાથે આવકારી હતી. મેન્સ ક્રિકેટમાં દાયકાઓથી જેમ કોઈ લોકપ્રિય ખેલાડી મેદાન પર આવતાં પ્રેક્ષકો ખુશી વ્યક્ત કરતા હોય છે એવું હવે મહિલા ક્રિકેટમાં પણ જોવા મળ્યું છે.

ભારતની યુવાન અને આક્રમક ઓપનર શેફાલી વર્મા (87 રન) ધમાકેદાર પર્ફોર્મ કરીને માત્ર 13 રન માટે વન-ડે કરીઅરની પહેલી સેન્ચુરી ચૂકી ગઈ હતી. તેણે સ્મૃતિ મંધાના (45 રન) સાથે 104 રનની અને જેમિમા રૉડ્રિગ્સ (24 રન, 37 બૉલ, એક ફોર) સાથે 62 રનની ભાગીદારી કરી હતી. ઑસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલમાં મૅચ-વિનિંગ અણનમ 127 રન કરનાર જેમિમા પેસ બોલર ખાકાના બૉલમાં કૅપ્ટન વૉલ્વાર્ટને કૅચ આપી બેઠી હતી. એ પહેલાં, ખાકાના જ બૉલમાં શેફાલી સુન લુસના હાથમાં કૅચઆઉટ થઈ હતી.

ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં ભારતે 35 ઓવરમાં 200 રન પૂરા કર્યા પછી રનમશીનને વેગ આપ્યો હતો, પરંતુ 223મા રને હરમનપ્રીત ક્રૉસ બૅટથી રમવા જતાં ક્લીન બોલ્ડ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકન ફીલ્ડર્સની ખરાબ ફીલ્ડિંગ વચ્ચે 40 ઓવરમાં ભારતનો સ્કોર 4/229 હતો. ત્યાર બાદ સ્કોર થોડો ધીમો પડી ગયો હતો અને 42મી ઓવરને અંતે સ્કોર 4/243 હતો. દીપ્તિ શર્મા (41 રન) સાથે અમનજોત કૌર (11 રન) રમી રહી હતી.

ભારતની મહિલા ક્રિકેટરો પર 163 કરોડ રૂપિયાનો વરસાદ

આઇસીસી તરફથી 38 કરોડનું પ્રથમ ઇનામ અને બીસીસીઆઇ આપશે અંદાજે 125 કરોડ રૂપિયાઃ શેફાલીએ શાનથી જિતાડ્યાંઃ બૅટિંગ પછી બોલિંગમાં પરચો દેખાડ્યો

નવી મુંબઈઃ ભારતે રવિવારે સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ કપની ફાઇનલમાં રોમાંચક વિજય મેળવ્યો એમાં શેફાલી વર્મા (87 રન અને પછી બે વિકેટ) સ્ટાર પર્ફોર્મર હતી. દીપ્તિ શર્મા (58 રન અને પાંચ વિકેટ)નો પર્ફોર્મન્સ પર અસાધારણ હતો.

શેફાલીને આક્રમક ઓપનર અને ઈજાગ્રસ્ત પ્રતીકા રાવલના સ્થાને ટીમમાં સમાવવામાં આવી હતી અને શેફાલીએ પોતાના પર સિલેક્ટર્સ તેમ જ ટીમ મૅનેજમેન્ટે મૂકેલા વિશ્વાસને એળે નહોતો જવા દીધો.

ભારતની ચૅમ્પિયન મહિલા ટીમને વર્લ્ડ કપના આયોજક ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) તરફથી 38 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ અને ક્રિકેટ જગતના સૌથી શ્રીમંત બોર્ડ બીસીસીઆઇ તરફથી અંદાજે 125 કરોડ રૂપિયાનું ખાસ ઇનામ મળવાનું હોવાથી તેમનાં પર કુલ મળીને 163 કરોડ રૂપિયા જેટલા તોતિંગ ઇનામની વર્ષા થઈ એમ કહી શકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...