નવી દિલ્હી : જીએસટી કાઉન્સિલની 56મી બેઠક બુધવારે યોજાઈ. આ બેઠક આ વખતે નવી દિલ્હીમાં આયોજિત થઈ. આ બેઠક દરમિયાન જીએસટી સ્લેબ અને જીએસટી રેટને (GST Rate Cut)લઈને મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે આ નિર્ણય અંગે જાણકારી આપી છે. નાણામંત્રીએ કહ્યું કે આ ખાલી જીએસટીમાં સુધારો નથી, પણ સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ અને લોકોના જીવનને સરળ બનાવવાની દિશામાં ઉઠાવેલું પગલું છે. રોજિંદા ઉપયોગમાં લેવાતા સામાન પર જીએસટી દરોમાં કાપ મુકાયો છે.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, હવે 5% અને 18% એમ માત્ર બે GST સ્લેબ જ લાગુ થશે. એટલે કે હવે 12% અને 28% જીએસટી સ્લેબ રદ કરાયા છે અને તેમાં સામેલ વસ્તુઓ મંજૂર કરાયેલા બે ટેક્સ સ્લેબની અંદર જ ગણાશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ઘણી વસ્તુઓ સસ્તી થઇ જશે. જો કે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે 40% ના સ્પેશિયલ સ્લેબને પણ મંજૂરી આપવામાં આવી છે. આ નવા GST દર 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. ચાલો હવે જાણીએ કે કઇ વસ્તુઓ સસ્તી થશે અને કઇ વસ્તુઓ મોંઘી થશે
દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ થશે સસ્તી
- હેયર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ 18% થી 5%
- માખણ, ઘી, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનો 12% થી 5%
- પ્રી-પેકેજ્ડ નમકીન અને ચવાણું 12% થી 5%
- વાસણો 12% થી 5%
- ફીડિંગ બોટલ, બાળકોના નેપકિન્સ અને ડાયપર 12% થી 5%
- સીવણ મશીન અને તેના ભાગો 12% થી 5%
- આરોગ્ય ક્ષેત્રે રાહત
હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ 18% થી શૂન્ય
- થર્મોમીટર 18% થી 5%
- મેડિકલ ગ્રેડ ઓક્સિજન 12% થી 5%
- ગ્લુકોમીટર અને ટેસ્ટ સ્ટ્રીપ્સ 12% થી 5%
- ચશ્મા 12% થી 5%
સ્ટેશનરી વસ્તુઓ ટેક્સ ફ્રી
- નકશા, ચાર્ટ અને ગ્લોબ્સ 12% થી શૂન્ય
- પેન્સિલ, શાર્પનર્સ, ક્રેયોન્સ-પેસ્ટલ્સ કલર્સ 12% થી શૂન્ય
- પાઠ્ય પુસ્તકો અને નોટબુક્સ 12% થી શૂન્ય
- ઇરેઝર 5% થી શૂન્ય
- ખેડૂતોને રાહત
ટ્રેક્ટર 12% થી 5%
- ટ્રેક્ટર ટાયર અને ભાગો 18% થી 5%
- જંતુનાશકો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો 12% થી 5%
- જમીન ખેડવા, લણણી અને થ્રેશિંગ માટેના મશીનો 12% થી 5%
વાહનો થશે સસ્તા
- પેટ્રોલ, LPG અને CNG કાર (1200 CC અને 4000 MM સુધીના) 28% થી 18%
- ડીઝલ કાર (1500 CC અને 4000 MM સુધીના) 28% થી 18%
- થ્રી-વ્હીલર વાહનો 28% થી 18%
- 350 CC સુધીના બાઇક 28% થી 18%
- માલ પરિવહન માટેના વાહનો 28% થી 18%
ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર ટેક્સ ઘટાડો
- એર કંડિશનર 28% થી 18%
- 32 ઇંચથી મોટા ટીવી 28% થી 18%
- મોનિટર અને પ્રોજેક્ટર 28% થી 18%
- ડીશ વોશિંગ મશીન 28% થી 18%
શું મોંઘું થયું?
લક્ઝરી વસ્તુઓ, લકઝરી કાર-બાઇક, તંબાકુ ઉત્પાદન, સિગારેટ, ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રીંક્સને 40%ના સ્પેશિયલ સ્લેબ હેઠળ GST વસૂલવામાં આવશે.