અમદાવાદ : 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં લોકો જોરશોરની ઉજવણી સાથે નવા વર્ષને આવકારી રહ્યા છે. જ્યારે 2025ને વધાવવા માટે અમદાવાદ સહિતના શહેરમાં પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. જેમાં અમદાવાદના બોડકદેવ પાર્ટી પ્લોટ, સિંધુ ભવન, સીજી રોડ, SP રિંગરોડ સહિતના રસ્તાઓ પર કિડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ દરમિયાન રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદમાં પોલીસ એક્શનમાં છે.
અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીને લઈને લોકો શહેરના વિવિધ જાણીતા વિસ્તારોમાં ફરવા નીકળ્યા હતું, ત્યારે સીજી રોડ, સીધું ભવન સહિતના વિસ્તારોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ દરમિયાન મ્યુનિસિપલ માર્કેટમાં ખાણીપીણીની દુકાનો ઉપર મોટી સંખ્યામાં લોકોની ભડી જોવા મળી હતી. ત્યારબાદ આ મ્યુનિસિપલ માર્કેટ ખાણીપીણી બજાર પોલીસે બંધ કરાવી દીધું હતું. બાદમાં લોકો ઘર તરફ જવા નીકળ્યા હતા.પોલીસ પણ ધીમે ધીમે લોકોને જવા માટે કહી રહી છે, પરંતુ આ લખાય છે ત્યારે પણ લોકો સીજી રોડ ઉપર ફરતા જોવા મળે છે.
31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં મોડમાં છે. નવા વર્ષને હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે સિંધુભવન ખાતે ચાલીને અધિકારીઓએ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર સિંધુભવન પહોંચ્યા છે.