Home અમદાવાદ AMC કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું સંચાલન માટે નિવૃત્ત કર્મચારીઓની કરશે નિમણુક

AMC કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું સંચાલન માટે નિવૃત્ત કર્મચારીઓની કરશે નિમણુક

0
AMC કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું સંચાલન માટે નિવૃત્ત કર્મચારીઓની કરશે નિમણુક

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા 88 કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ઓડિટોરીયમ, પીકનીક હાઉસ, ઓપન એર થીયેટર સહિતના જાહેર સ્થળોનું યોગ્ય સંચાલન અને જાળવણી કરવામાં થતી વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં લેતા AMC દ્વારા હવે 24 નિવૃત્ત કર્મચારીઓની નિમણુક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વિવિધ મિલકતો જેવી કે કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ઓડિટોરીયમ, પીકનીક હાઉસ, ઓપન એર થીયેટર સહિતની જગ્યાઓમાં યોગ્ય જાળવણી અને ધ્યાન આપવામાં આવતું ન હોવાની વારંવાર ઉઠતી ફરિયાદો ઉઠતી હતી. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આવી 88 મિલકતોનું યોગ્ય સંચાલન થાય અને ફરિયાદો ન આવે તે માટે 24 જેટલા નિવૃત્ત કર્મચારીની ફિક્સ પગારથી નિમણુંક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેઓને માસિક 15000 રૂપિયા પગાર આપવા અંગે આ‌વતીકાલે યોજાનારી સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

તાજેતરમાં કાંકરીયા ખાતે એક કોર્પોરેટરના પ્રસંગ પહેલા જ અગાઉના પ્રસંગ કરનાર વ્યક્તિએ મોડેથી પ્લોટનો કબજો સોંપ્યો હતો. જગ્યા ઉપર સફાઈ કરવામાં આવી નહોતી અને હાડકા પડેલા હોવાને કારણે ગંભીર ફરિયાદ ઉઠી હતી.આ પગલાંથી AMCની કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટના સંચાલન અને જાળવણી માટેની કામગીરી સુધરવાની અપેક્ષા છે, જેથી લોકો માટે આ સ્થળો વધુ સુગમ અને વ્યવસ્થિત બની શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here