અમદાવાદ: છેલ્લા થોડા સમયથી નબીરાઓ દ્વારા મનફાવે તેમ ગાડી ચલાવી લોકોને કચડવાનો જાણે કે ટ્રેન્ડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે ફરી એક વાર અમદાવાદમાંથી આવો જ બનાવ સામે આવ્યો છે. અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે. સ્કોડા કાર ચાલકે 3 થી 4 વાહનચાલકોને અડફેટે લીધા હતા.અકસ્માતને પગલે 250 લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. ટોળાએ કારચાલકને ઝડપી માર માર્યો હતો. તે સમયે કારચાલક દારૂના નશામાં હોવાનું લોકોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મીઠાખળી પાસે ભયંકર અકસ્માત થયો છે. સ્કોડા ગાડીએ 3 થી 4 વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 4 લોકો ઘાયલ 1 મહિલા સિરિયસ હાલત હતી જેનું મોત નીપજ્યું છે. કાર ચાલકને મીઠાખળી ટ્રાફિક પોલીસ સ્ટેશન લવાયો છે. નિલેશ પટેલ નામના યુવકે અકસ્માત સર્જ્યો હતો. આ યુવક નશામાં હોવાની આશંકા પણ કરવામાં આવી છે.મીઠાખળી છ રસ્તા નજીક આવેલ જૈન દેરાસર પાસે શનિવારે સાંજે 6.30 વાગ્યે એક સ્કોડા કારચાલકે પૂરઝડપે કાર ચલાવીને એક એક્ટિવાચાલક મહિલાને અડફેટે લીધી હતી. જે બાદ ત્રણ રાહદારીને અડફેટે લીધા હતા.બાદમાં એક સ્વીફ્ટ કારને અડફેટે લીધા બાદ કાર અથડાતા ઉભી રહી ગઇ હતી.
આ અકસ્માતમાં રોનકબેન પરીખ નામની મહિલાનું મોત પણ થઈ ગયું છે.અન્ય 3 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હોવાની વાત પણ સામે આવી રહી છે. અકસ્માતને પગલે 250 લોકોનું ટોળુ એકઠુ થયુ હતુ. બાદમાં કારચાલકને ઝડપીને માર માર્યો હતો. તે સમયે કારચાલક દારૂ પીધેલ હાલતમાં હોવાનું લોકોએ જણાવ્યું હતું. મીઠાખળી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નિલેશ પટેલને લઈ આવવામાં આવ્યો છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આવા બેફામ ડ્રાઇવરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.