નવી દિલ્હી : પબ્લિક સેક્ટરની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયા (SBI)એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર મહિલાઓને શાનદાર ગિફ્ટ આપી છે. બેન્ક તરફથી મહિલા એંટરપ્રિન્યોર માટે ઓછા વ્યાજે ગેરેન્ટી વિના લોન આપવાની જાહેરાત કરી છે. એસબીઆઈએ મહિલા દિવસની પૂર્વ સંધ્યા પર અસ્મિતા નામથી પ્રોડક્ટ લોન્ચ કરી છે. તેનો ઉદ્દેશ્ય મહિલાઓના ઓછા વ્યાજ દર પર લોન આપવાનો છે.
નારી શક્તિ ડેબિટ કાર્ડ પણ લોન્ચ કર્યું
એસબીઆઈના ચેરમેન સી.એસ.શેટ્ટીએ કહ્યું કે, નવી રજૂઆતથી મહિલાઓની લીડરશિપવાળી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમોને જલદી અને આસાનીથી લોન મળશે. બેન્કના એમડી વિનય ટોંસે નવી જાહેરાતને ટેક્નોલોજિકલ ઈનોવેશન અને સામાજિક સમાનતાનું પ્રતીક ગણાવ્મયું. પબ્લિક સેક્ટરની બેન્ક તરફથી સંચાલિત નારી શક્તિ પ્લેટિનમ ડેબિટ કાર્ડ પણ લોન્ચ કર્યું છે. જેને ખાસ મહિલાઓ માટે તૈયાર કર્યા છે.
બેન્ક ઓફ બરોડાએ પણ ગિફ્ટ આપી
બીજી તરફ બેન્ક ઓફ બરોડાએ પણ ભારતીય મૂળની મહિલાઓ માટે બોબ ગ્લોબલ મહિલા એનઆરઓઈ અને એનઆરઓ બચત ખાતા શરુ કર્યા છે. તેમાં ગ્રાહકોને જમા પર વધારે વ્યાજ, ઓછી પ્રોસેસિંગ ફી સાથે હોમ લોન અને વ્હીકલ લોન તથા લોકર ભાડા પર છૂટની સુવિધાઓ આપવામાં આવી છે. બીઓબી મહિલા ખાતાધારકો માટે આ અકાઉન્ટ લઈને આવનારી પબ્લિક સેક્ટરની પહેલી બેન્ક છે. આ અકાઉન્ટમાં લોન પર પ્રોસેસિંગ ફી પણ ઓછી લાગશે.
ગ્રાહકોને તેમની જરૂરિયાતો મુજબ લાભ મળશે
બેંકે તેની મુખ્ય NRI ઓફર, BOB પ્રીમિયમ NRE અને NRO બચત ખાતામાં સુધારો કર્યો છે. આનાથી ગ્રાહકોને વધુ ફાયદાકારક બેંકિંગ અનુભવ પૂરો પાડવા માટે તેની સુવિધાઓ અને લાભોમાં વધારો થયો છે. બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બીના વાહીદે જણાવ્યું હતું કે, BOB ગ્લોબલ વુમન NRE અને NRO સેવિંગ્સ એકાઉન્ટ આજની વૈશ્વિક ભારતીય મહિલાઓની બદલાતી ગતિશીલતાને ઓળખે છે.
આ ખાતું મહિલાઓને પ્રીમિયમ બેંકિંગ વિશેષાધિકારો અને વિચારપૂર્વક ડિઝાઇન કરેલી સુવિધાઓ પ્રદાન કરીને સશક્ત બનાવવા માટે રચાયેલ છે. બેંકે જણાવ્યું હતું કે, સુધારેલા BOB પ્રીમિયમ NRE અને NRO બચત ખાતામાં ઘણી સુવિધાઓ છે, જેમાં વિસ્તૃત વ્યવહાર મર્યાદા સાથે કસ્ટમાઇઝ્ડ ડેબિટ કાર્ડ, મફત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય લાઉન્જ ઍક્સેસ, મફત સલામત થાપણ લોકર અને મફત વ્યક્તિગત અને હવાઈ અકસ્માત વીમા કવરેજનો સમાવેશ થાય છે.