અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાનગીમાં અનેક સોસાયટીઓ રીડેવલપમેન્ટની દિશામાં આગળ વધી રહી છે ત્યારે હાઉસીંગ બોર્ડની અનેક કોલોનીઓમાં છેલ્લાં એકાદ-બે વર્ષાેથી થોડીક જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે. પરંતુ આ જાગૃતિ ચોક્કસ પ્રકારની કોલોનીઓમાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે.સરકારની રીડેવલપેન્ટ પોલીસીનો ખરેખર જેને લાભ મળવો જાેઈએ એવી એલઆઈજી અને ઈડબલ્યુએસ ટાઈપના મકાનધારકોને લાભ મળ્યો નથી, જેથી એલઆઈજી અને ઈડબલ્યુએસ ટાઈપના મકાનધારકોને પોલીસી મુજબ વધુમાં વધુ 30 ચોરસ મીટર કાર્પેટ એરિયા મળે છે એના બદલે ૫૦ ચોરસ મીટર મળે તેવી માંગ ઉઠી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2016માં રીડેવલપમેન્ટ પોલીસી લાવી છતાં 2016 થી 2022 સુધી માત્ર આંગળીના વેઢે ગણાય શકાય તેટલી હાઉસીંગ કોલોનીઓ રિડેવલપમેન્ટ પોલીસી જાેડાઈ હતી.પરંતુ છેલ્લાં 2022થી 2025 હાલમાં સુધી અનેક સોસાયટીઓ રીડેવલપમેન્ટ પોલીસી લાભ લઈ અનેક કોલોનીઓ(સોસાયટી) જાેડાઈ ચુકી છે, અનેક સોસાયટીઓ જાેડવવા તત્પર છે, પરંતુ હાઉસિંગ બોર્ડની જર્જરિત એવી અનેક એલઆઈજી અને ઈડબલ્યુએસ ટાઈપની કોલોનીઓ હજુ સુધી રીડેવલપમેન્ટમાં જાેડાઈ નથી કારણ કે એલઆઈજી અને ઈડબલ્યુએસ ટાઈપના મકાનધારકો જેમ કે નારણપુરામાં શ્રીનગર એપાર્ટમેન્ટ, શિવનગર કે નવા વાડજમાં આવેલ હરિઓમ એપાર્ટમેન્ટ અને ગગનવિહાર એપાર્ટમેન્ટ જેવી અનેક હાઉસિંગ બોર્ડની જર્જરિત કોલોનીઓના રહીશો રીડેવલપમેન્ટમાં જાેડાવવા તૈયાર નથી, જેનું મુખ્ય કારણ સરકારની વર્તમાન પોલીસી મુજબ તેઓને 40 ટકા વધુ બાંધકામ અથવા તો વધુમાં વધુ 50 ચોરસ મીટર મળવા પાત્ર છે, પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ મકાનધારકોએ મોટા મોટા બાંધકામ તાણી બેઠા છે, રીડેવલપમેન્ટ બાદ તેઓને વધુમાં 50 ચોરસ મીટર કાર્પેટ એરિયા મળી શકે છે, જેથી એલઆઈજી અને ઈડબલ્યુએસ ટાઈપની અનેક કોલોનીઓ જાેડાવવા તૈયાર નથી.અને આખરે જર્જરિત બાંધકામમાં જીવના જાેખમે વસવા મજબૂર બની રહ્યા છે.
ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશભાઈ બારડ જણાવે છે કે હાલની પરિસ્થિતિ અને સંજાેગો અને વિકાસની સાથે આજના સંજાેગોને ધ્યાનમાં રાખી તથા મકાનની ઓછામાં ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રીડેવલપમેન્ટ યોજનામાં સરકારની સંસ્થાઓ દ્વારા થતું રીડેવલપેમેન્ટ જેમ કે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રીડેવલપમેન્ટમાં જે કારપેટે એરિયા જુનો જે આપેલો તે સમયની જરૂરિયાત હતી. આજે સમય બદલાઈ ગયો છે એટલે આટલા સમયમાં જ્યારે મકાનોનુ રીડેવલપમેન્ટ થઈ રહ્યું હોય ત્યારે ઓછામાં ઓછું કારપેટ ઍરિયા 50 ચોરસ મીટર આપવું જાેઈએ કે જે હાલમાં પોલીસી પ્રમાણે 30 ચોરસ મીટર છે તે ઘણું જ નાનું મકાન મળે છે. જે રહીશ છેલ્લા 40 થી 50 વર્ષ રહેતો હોય અને આટલા વર્ષો પછી પણ જાે એને રીડેવલપમેન્ટમાં પ્રમાણસર મકાન ના મળે તો તેનો કોઈ અર્થ નથી અને જાે 50 ચોરસ મીટર કારપેટ એરીયા પ્રમાણે મળે તો ઘણી બધી યોજનાઓ તેમાં સફળતાપૂર્વક જાેડાઈ શકે તેમ છે.અમારી સરકારશ્રી અને હાઉસિંગ કમિશનર પાસે અમારી રજૂઆત છે તો ઓછમાં ઓછુ 50 ચોરસ મીટર કારપેટ એરિયા મળવો જાેઈએ.